કતારગામની સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

0

સમાજમાં દાખલો બેસાડવા અને બાળકીઓને હવસનો શિકાર બનતી બચાવવા આરોપીને ફાંસીએ લટકાવવાની સરકારી વકીલ નયન સુખડવાલાની પુરાવા સહિત ધારદાર દલીલો

કતારગામ તિરૂપતિ સોસાયટીમાં ઓરિસ્સાવાસી પરિવારની પોણા સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ચકચારીત કેસમાં આજે રાત્રિએ એડીશ્નલ એન્ડ સેશન્સ જજ યુ.એમ.ભટ્ટે નરાધમ મુકેશ પંચાલને તમામ ગુનામાં કસુરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ ફરમાવ્યો હતો. ઉપરાંત ભોગબનનારના પરિવારને જજ યુ.એમ. ભટ્ટે વીક્ટીમ કોમ્પોજેશન હેઠળ રૂ.૨૩.૫૦ લાખ ચુકવી આપવાનો આદેશ પણ કર્યો હતો. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી હતી.

ઘટના અંગે વાત કરીએ તો કતારગામ રોડ પર આવેલા વાળીનાથ ચોક નજીક આવેલી તિરુપતિ સોસાયટીના પહેલા માળે એક ઓરિસ્સાવાસી પરિવાર રહેતો હતો. આ પરિવારની પોણા ૭ વર્ષીય બાળકી ગત ૭ ડિસેમ્બરે સવારે કુતરાને બિસ્કીટ ખવડાવવા માટે નીચે ઉતરી હતી. ત્યારે તેમના ઘરના ભોંયતળીયે રહેતા મુકેશ ચીમનલાલ પંચાલએ બાળકીને ઘરમાં ખેંચી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદગાલ પર તમાચા મારી ગણતરીના કલાકોમાં પુર્વક પેન્ટના પોઈચાથી બાળકીનું ગળું નરાધમ મુકેશ પંચાલને ઝડપી દબાવી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ નરાધમ પંચાલે બાળકીની લાશને પ્લાસ્ટીકના મેણીયામાં મુકી તેના ઘરના બેડરૂમનાપલંગમા સંતાડી બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો.જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે શંકાને આધારે ગણતરીના કલાકોમાં આરોપી પંચાલને ઝડપી પાડ્યો હતો અને મુકેશ પંચાલ સામે આઈપીસી ૩૨૩,૩૦૨,૨૦૧, બળાત્કારની વિવિધ કલમો અને પોક્સોની કલમ ગુનો નોંધી ધરપકડ કરી જ્યુડીશીયલ સ્ટડીમાં મોકલી આપ્યો હતો.

https://www.instagram.com/reel/CpDYSdEtX7P/?utm_source=ig_web_copy_link

આ કેસમાં ચોકબજાર પોલીસે પુરતી તકેદારી સાથે ઉડાણપુર્વકથી તપાસ કરી હતી. પોલીસે તેમા સાયન્ટીફીક પુરાવા, એફ.એસ.એલ.ના પુરાવા, લાસ્ટ ઈન્ટુ ગેધરના પુરાવા અને સીસીટીવી ફુટેજના પુરાવા મેળવ્યા હતા અને ૧૦ દિવસની અંદર આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી. આ કેસમાં ૭મી જાન્યુઆરીએથી કોર્ટમાં પુરાવા નોંધવાની કાર્યવાહી શરૂ થઈ હતી અને ૧૩મી ફેબ્રુઆરીએ અંતિમ દલીલ પુરી થઈ હતી. ફરિયાદ પક્ષ તરફે આરોપી વિરૂધ્ધ જે તહોમતનામુ ઘડાયું હતું. તહોમતનામામા જેટલા ગુનાઓ દર્શાવ્યા હતા તે તમામ મુજબ તહોમતનામુ ફરિયાદ પક્ષે શંકા રહિત પુરવાર કરી દીધું હતું. એડિશ્નલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ યુ.એમ. ભટ્ટે આરોપી મુકેશ પંચાલને ઉપરોક્ત તમામ ગુનામાં દોષિત ઠેરવી આજે રાત્રિએ ફાંસીની સજા સંભળાવી હતી. આ ઉપરાંત કોર્ટે વીક્ટીમ કોમ્પોજેશન હેઠળ ભોગબનનારના માતા-પિતાને રૂ.૨૩,૫૦ લાખના ચુકવી આપવા પણ હુકમ કર્યો હતો

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *