Surat: અરવિંદ કેજરીવાલની સભા પહેલા આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી
• વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો
• દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માનસ હિત સુરતના આપના ઉમેદવારો રહ્યા હાજર
• આપ ની રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતમા નેતાઓની ફોજ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા સુરત ઉતારી દેવામાં આવી છે. ભાજપ કોંગ્રેસને અને આપના રાષ્ટ્રીય નેતાઓ સુરતી મુલાકાતે આવી ભવ્ય સભાઓ ગજવી રહ્યા છે.ત્યારે વરાછા વિધાનસભા વિસ્તારમાં આપના ઉમેદવારમા પ્રચાર માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ભવ્ય રેલી યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ ની સભા પહેલા આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા
• કેજરીવાલ ની સભા પહેલા આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરતના વરાછા વિસ્તારમાં કેજરીવાલની આગેવાનીમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સિંગણપુર ખાતે અરવિંદ કેજરીવાલની સભા યોજાયા હતી. સભા પહેલા આ વિસ્તારમાં હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા હતા જ્યાં એસએમસીના કર્મચારીઓ દ્વારા બેનરો હટાવવા માં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ આમનેસામને આવી જતા મામલો ગરમાયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે અહીં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાતા હતા.
• આપના ભવ્ય રોડ શોમાં જન્મેદની ઉમટી પડી
સુરતના વરાછા વિસ્તારમાં અર્ચના સર્કલ થી આ પાટી દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન સહિત સુરતના આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. તો બીજી તરફ આપ દ્વારા આયોજિત આ રેલીમાં આપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી દરમિયાન અરવિંદ કેજરી વાલે મતદારોને મોટી “આપ”ને મત આપી તમામ ઉમેદવારોની બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી. આ સાથે જ અરવિંદ કેજરીવાલ એ કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહે છે.