Surat:નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકને ઉપાડી જનાર મહિલાને પોલીસે ઝડપી પાડી

0

બાળકની ખોટ પુરી કરવા બાળક કરી ચોરી 

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ અગાઉ એક અજાણી મહિલા પ્રસૂતાનો વિશ્વાસ કેળવી તેનું નવજાત બાળક લઈ ફરાર થઈ ગઈ જતી.ઘટનાને પગલે પોલીસે આ મહિલાને શોધી કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધરી મહિલાને કડોદરાના જોળવા ખાતેથી ઝડપી પાડી હતી.પોલીસ પૂછપરછમા બે વખત મિસકેરેજ થઈ ગયું હોવાથી બાળકની ખોટ પુરી કરવા બાળક ચોરી ગઈ હોવાની કબૂલાત મહિલાએ કરી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ધૂલિયા ખાતે રહેતી ૨૩ વર્ષીય સાઈના રફીક પિંજારી ૧૫મી તારીખે પ્રસૂતિ પીડા ઉપડતાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં સગર્ભાનું સિઝેરિયન કરાતા તેણે તંદુરસ્ત બાળક જન્મ આપ્યો હતો. આ સમય દરમિયાન તેન્રી સાથે એક અજાણી મહિલા સંપર્કમાં આવી હતી. દરમિયાન સિઝેરિયન કરાયું હોવાથી બાળકને ઉપરનું દૂધ પીવડાવવા માટે તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું.જેથી અજાણી મહિલાએ નાની ફરીદાબેન પાસેથી કાર્ડ માંગી સાઈનાના નવજાત બાળકને દૂધ પીવડાવીને આવું છું તેમ કહ્યું હતું. ફરીદાબેને અજાણી મહિલા ઉપર ભરોશો કરી દૂધ પીવડાવી આવવા માટે નવજાત બાળક અને કાર્ડ આપ્યુંહતુ.આ દમિયાન અજાણી મહિલા નવજાત બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી.

આ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ખટોદરા પોલીસ મથકની ટીમ સિવિલ ખાતે પહોંચી હતી.અને સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફુટેજ પોલીસ દ્વારા મોડી સાંજ સુધી તપાસવામાં આવ્યા હતા. જેમાં તે અજાણી મહિલા બાળકને સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગના ગેટમાંથી લઈને બહાર જતી દેખાઈ હતી. અહીંથી તે રિક્ષામાં બેસી સહારા દરવાજા ગઇ હતી.

આ સર્ચ ઓપરેશનમા ખટોદરા પોલીસ સહિત પલાસાણા અને કડોદરા પોલીસની મદદ પણ લેવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ફુટેજમાંથી એ મહિલાના ફોટોગ્રાફ કાઢી તેના આધારે શોધખોળ શરૂ કરાઇ હતી. અને આખરે પોલીસે આ મહિલાને જોળવાની ગાર્ડનસિટી માંથી ઝડપી પાડી હતી.

મહિલાને ઝડપી પાડતા અંકિતા સુમીતકુમાર સરોજ પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં અંકિતાને બે વખત ગર્ભપાત થઇ ગયો હતો. પોતે બાળક ઝંખતી હતી. આ દરમિયાન તેણીને પગમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે સુરત સિવિલ પહોંચી હતી.જ્યા પ્રસૂતા અને બાળક દેખાતા તેને ચોરીનો વિચાર આવ્યો અને બાળકને ઉપાડી લાવી હતી. પોલીસે અંકીતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *