Gujarat:વંદે ભારત ટ્રેન અડફેટે આવતા 54 વર્ષીય મહિલાનું મોત

0

વડા પ્રધાને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વાજતે ગાજતે શરુ કરાયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ગાય-ભેંસ સાથેના અકસ્માત બાદ આજે આણંદમાં એક મહિલા ટ્રેનની અડફેટે આવતા તેણીનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.

મહિલા અમદાવાદના રહેવાસી અને દેખીતી રીતે સંબંધીને મળવા ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું છે. ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી, અધિકારીઓ પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આ ટ્રેન આણંદ ખાતે રોકાતી નથી. હાલ વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓ જણાવ્યું છે

મહત્વનું છેકે, આ પહેલાં ૬ ઓક્ટોબરના રોજ દેશની સૌથી વધારે ઝડપ ધરાવતી ‘વંદેભારત એક્સપ્રેસ’ પહેલીવાર દુર્ઘટનાનો ભોગ બન્યા પછી સતત કોઇ ને કોઇ અકસ્માત થઇ રહ્યાં છે. ૬ઓકટોબરના રોજ અમદાવાદમાં વટવામણિનગર સ્ટેશન પાસે બપોરે ૧૧:૧૮ ક્લાકે ટ્રેનની સામે ભેંસોનું એક ઝુંડ આવી ગયું હતું. આ કારણે ટ્રેનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. જે બાદ ટ્રેનનું સમારકામ કરાવીને વધુ તકેદારી રાખવાની વાત પણ કરવામાં આવી હતી. તેમ છતાં અવારનવાર થઇ રહેલાં આ અકસ્માતને જોતા આ ટ્રેનને તકેદારીની સાથે જોતા હવે આ ટ્રેનને તકેદારીની સાથે દુવાની પણ તાતી જરૂર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે દુવાની

આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ નવી દિલ્હી અને વારાણસી તથા નવી દિલ્હી અને માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી હતી. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ સુધી જાય છે. સાથે જ તે રૂટ પર પરત ગાંધીનગર આવે છે. પશ્ચિમ રેલવે ગાંધીનગર-અમદાવાદ રૂટ પર ટ્રેનની ઝડપ વધારીને ૧૬૦ કિમી પ્રતિ કલાક કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *