Gujarat: નવરાત્રીમાં ગરબા અને લાઉડસ્પીકર અંગે ફરી લેવાયો આ મોટો નિર્ણય
રાત્રીના ૧૦-૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે
કોરોના મહામારીના બે વર્ષ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ પહેલા એક ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. આ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબનવરાત્રીના ૯ દિવસ દરમિયાન રાત્રીના ૧૦ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.એટલુજ જ નહીં, દશેરાના દિવસે પણ રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.જો કે, આ પરીપત્રમાં કહેવાયું છે કે, આ જાહેરનામાં પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો ૧૦૦ મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે.ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૨૬ સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.
નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સરકારે મોડી રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકો ૯ દિવસ સુધી રાતે ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે.
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.