Gujrat:લોકડાયરાથી ફેમસ થયેલા કમા સાથે સેલ્ફી લેવા લોકોમાં પડાપડી

0

 • કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરતો કમો ઉર્ફે કમલેશ હાલ સોશ્યલ મીડિયામાં જબરો ટ્રેન્ડ થઈ રહ્યો છે

 • રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમો અંકલેશ્વરમાં પહોચ્યો

 • લોકોએ કમા સાથે ભારે ઉત્સુકતા સાથે સેલ્ફીઓ લીધી હતી

કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં ડાન્સ કરતો કમો ઉર્ફે કમલેશ સુરત બાદ અંકલેશ્વરમાં આવતા લોકોએ તેને જોવા પડાપડી કરી હતી. આજકાલ સોશિયલ મીડિયામાં કમો ભારે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે.

 

ફેમસ થયેલ કમલેશ નકુમ ઉર્ફે કમો અંકલેશ્વરની મુલાકાતે પહોંચ્યો હતો. જેણે અંક્લેશ્વર ગાર્ડન સિટી દૂધ ડેરીની મુલાકાત લીધી હતી જયાં ડેરીના સંચાલક મનહર પટેલ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કમાની મુલાકાત અંગેની જાણ લોકોને થતા તેઓએ મોટી સંખ્યામાં કમા સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. સાથે કમાએ આજુ બાજુની દુકાનોની પણ મુલાકાત પણ લીધી હતી. યોગી નેચરલ આઇસક્રીમ પાર્લર શોપ પર પહોંચી અનેક લોકો સાથે સેલ્ફી લીધી હતી જે બાદ ભગવતી કોલ્ડ્રિક્સ ના જૈમિન એ કમાં ભાઈ ઉતસાહ ભેર આવકારતા કમા ભાઈમાં પણ ખુશીની લાગણી છવાઈ હતી.

માનસિક દિવ્યાંગ હોવા છતાં પણ કમાએ ભારત માતા કી જય ના નારા લગાવતા સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. સુરેન્દ્રનગરના કોઠારીયા ગામમાં રહેતો કમો માનસિક દિવ્યાંગ છે. બાળપણથી જ સેવાભાવી અને ધાર્મિક કમો ગામમાં જ્યારે પણ ડાયરા કે ભજનનો કાર્યક્રમ યોજાય તેમાં અચૂક હાજરી આપતો હતો. કોઠારીયામાં આવેલા વજા ભગતના આશ્રમમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં કમો પણ ઉપસ્થિત રહ્યો હતો. કીર્તિદાન સાથેનો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકપ્રિયતા આકાશે આંબી હતી.

કહેવાય છે ને કે ઈશ્વરે દરેક વ્યક્તિને ધરતી પર કોઈને કોઈ ઉદ્દેશ સાથે મોકલ્યા હોય છે. અલગ અલગ રંગ-રૂપ, કદ અને શક્તિઓ સાથે માણસનો જન્મ થાય છે. કોઈ અભ્યાસમાં પાવરધું હોય છે તો કોઈ કળામાં એક્કો તો વળી કોઈની શારીરિક ક્ષમતા તેને રમતગમતના ક્ષેત્રે આગળ લઈ જાય છે. કેટલાક લોકો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મે છે પરંતુ આવા દિવ્યાંગોને પણ ઈશ્વરે કંઈક ખાસિયતતો આપી જ હોય છે. આમાંનો જ એક કમો ઉર્ફે કમલેશભાઈ દલવાડી આજે ખૂબ લોકચાહના મેળવી રહ્યો છે. માનસિક દિવ્યાંગ કમો આજે ડાયરાની રોનક બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલા કમા પર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીની નજર પડી અને તેની જિંદગી બદલાઈ ગઈ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *