વગર મંજુરીએ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરશો તો થશે કાર્યવાહી : ગુજરાત હાઇકોર્ટમાં અવાજ પ્રદુષણને લઈને અરજીનો સ્વીકાર
ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણને (Noise Pollution) લઈને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી સરકારે સ્વીકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે રાજ્ય સરકાર કોઈપણ પ્રસંગે પૂર્વ મંજૂરી વિના લાઉડસ્પીકરના ઉપયોગ પર કાર્યવાહી કરશે. લાઉડસ્પીકરના ઉપયોગ સાથે સંબંધિત નિયમો તમામ ધર્મસ્થાનો પર સમાનરૂપે લાગુ થશે. જાહેર જનતાને હેરાન કરવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે.
રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે
ગુજરાતમાં સામાજિક કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો કે ધાર્મિક કાર્યક્રમોમાં કોઈપણ નીતિ વગર ડીજે અને મોટા લાઉડ સ્પીકરોના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી મ્યુઝિક સિસ્ટમના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવે રાજ્ય સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.
હાઇકોર્ટે અવાજ પ્રદુષણ મુદ્દે સરકારને ફટકાર લગાવી હતી
આ પહેલા હાઈકોર્ટે રાજ્યમાં અવાજના પ્રદુષણને લઈને સરકારને ફટકાર લગાવી હતી. આ કેસમાં એડવોકેટ જનરલે પણ આવા પ્રદૂષણને સમસ્યા ગણાવી હતી. અરજદાર વતી કોર્ટમાં જવાબ દાખલ કરીને સુચના આપવામાં આવી હતી. જેમાં વહીવટીતંત્રની સાથે સાથે અવાજ પ્રદુષણ મુદ્દે જનજાગૃતિ પણ જરૂરી છે. અરજદાર વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે GPCBના નોટિફિકેશન મુજબ લાઉડ સ્પીકરના અવાજની મર્યાદા હોવી જોઈએ.