Surat: અઠવા પોલીસ મથકમાં જમા 30 જેટલી બાઇક ભડભડ સળગી ઉઠી, જુઓ (VIDEO)

0

 • 25 થી 30બાઈક માં આગ માં આગ લાગી 

 • અથવા પોલીસ સ્ટેશનના બાજુના પાર્કિંગ માં આગ

 • પોલીસ સ્ટેશન માં જમા લેવાયેલી બાઈક માં લાગી આગ

સુરતના અઠવા વિસ્તારમાં ગત રાત્રે એક સાથે 25 થી 30 બાઇકો આગ લાગી જવા પામી હતી. અથવા પોલીસ સ્ટેશનમાં જમા થયેલી બાઈકમાં આગ લાગતા પોલીસ કર્મીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટના અંગે ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ફાયર ના કાફલા એ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો.

 

ફાયર સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના અઠવાગેટ વિસ્તારમાં અથવા પોલીસ સ્ટેશનમાં જમા થયેલી બાઈકને પોલીસ મથકના બાજુમાં આવેલ ગાર્ડનના પાર્કિંગમા મૂકવામાં આવટી હતી.જ્યાં મોડી રાત્રિના સમયે અજાણ્યા દ્વારા કચરો સળગાવવામાં આવતા તેના કારણે બાઈક મા આગ લાગી જવા પામી હતી.

જેથી એક બાદ એક પાર્કિંગમાં મૂકેલી 25 થી 30 બાઈક આગની ઝપેટમાં આવતા 20 જેટલી બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી.મોડી રાત્રે 2 વાગ્યે ઘટના અંગેનો કોલ મળતા ફાયરનો કાફલો તાત્કાલિક સ્થળ પર પોહચ્યો હતો.અને આગને કાબૂ માં લીધી હતી.

અથવા પોલીસ મથકમાં જમાં થયેલી બાઈકોને પોલીસ સ્ટેશનના બાજુમાં આવેલ પાર્કિગમાં મૂકવામાં આવતી હતી.જ્યાં ગતરાતે અચાનક આગ લાગતાં એક સાથે 25 થી 30 બાઈકો આગની ઝપેટમાં આવી ગઈ હતી.જેને કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.જો કે રાત્રિના સમયે આગ લાગવાથી ઘટના સ્થળ પર કોઈ હાજર ના હોઈ સદનસીબે ઇજા કે જાનહાનિ ઘટના બની ન હતી. પરંતુ બાઈક પાર્કિંગ નજીક બેદરકારી પૂર્વક કચરો કોણે સળગાવ્યો તે પણ સવાલ ઊભો થયો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *