આચારસંહિતા વચ્ચે સુરત શહેરમાં મુંબઈ પાર્સિંગની ઇનોવા કારમાંથી મળ્યા આવ્યા 75 લાખ
• મહીધરપુરા વિસ્તાર માંથી એક ઇનોવા કાર માંથી 75 લાખ રોકડ રકમ સાથે બે વ્યક્તિ ની અટકાયત
• ગાડીમાંથી કોંગ્રેસના વી આઇ પી પાસ અને પેમ્પેલટ મળી આવ્યા
• રોકડ રકમ રાજકીય પાર્ટી માટે આવી હોવાનું પણ અનુમાન
વિધાનસભા ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.આ સાથે રાજ્યમાં દારૂની હેરાફેરી અને રોકડ રકમ સામે સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે સુરત શહેરમાં ગત મોડી રાત્રે એક કારમાંથી 75 લાખ જેટલી રકમ મળી આવી છે.અને કારમા મળી આવેલા બે વ્યક્તિઓને પોલીસ દ્વારા પકડી પાડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે સુરતમા મહીધરપુરા વિસ્તારમાં ઇનોવા કારમાંથી 75 લાખ રોકડ રકમ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં લાગુ થયેલ આચારસંહિતાને પગલે શહેરમાં પ્રવેશ કરતા તમામ વાહનો પર નજર રાખી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે ગત મોડી રાત્રે મહિધરપુરા વિસ્તારમા વાહન ચેકીંગ દરમ્યાન SST ટીમ અને પોલીસ દ્વારા મુંબઈ પાર્સિંગની ઇનોવા કાર(MH) 04 ES 9907ની તલાસી લેતાં તેમનાથી 75 લાખ જેટલી રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મહિધરપુરા વિસ્તારમાંથી રોકડ રકમ સાથે મળી આવેલી આ કારમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ ભાગી છૂટયો ક્યો હતો જ્યારે બે વ્યક્તિને પોલીસે પકડી પાડી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં બંને વ્યક્તિમાંથી એક વ્યક્તિ રાજસ્થાનનો અને બીજો સુરતના રાંદેર વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ પાર્સિંગની આ ઇનોવા કારમાંથી મોટા પ્રમાણમાં કોંગ્રેસના પેમ્પલેટ પણ મળી આવ્યા હતા.તેમજ કોંગ્રેસ નો વી આઈ પી પાર્કિંગ પાસ મળી આવ્યો જેથી આ કાર કોંગ્રેસ ના કાર્યક્રમ માં ગઈ હોવાનું લાગી રહ્યું છે.તેમજ આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે આવી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને કારમાં કોંગ્રેસના પેમ્પલેટ હોય શંકાની સોય કોંગ્રેસ પાર્ટી તરફ જઈ રહી છે. હાલ તો આ રૂપિયા ક્યાંથી આવ્યા છે અને કોના માટે મંગાવવામાં આવ્યા છે તેની તપાસમાં સુરત પોલીસ જિલ્લા કલેકટર ની ટીમ જોતરાઈ ગઈ છે