Surat: BRTS બસ એ વધુ એકનો ભોગ લીધો,ભેસ્તાનમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને બસે ટક્કર મારતા યુવકનું મોત

0
  • રોષે ભરાયેલા લોકો એ બસ માં કરી ટોડ ફોડ 
  • બસ ને અટકવવા યુવકે પ્રયાસ પણ કરીયો પણ બસ ચાલકે બસ નહિ રોકી ધસી આવ્યો 
  • પાંડેસરા પોલીસ એ બસ ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

સુરતમાં બીઆરટીએસ બસના અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે.ભેસ્તાન નજીક બીઆરટીએસના રૂટ અંદરથી રોડ ક્રોસ કરી બે મિત્રો પૈકી એકને બીઆરટીએસ બસના ચાલકે અડફેટમાં લીધો હતો. જેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.યુવકે ઈશારો કરી બીઆરટીએસ બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ચાલકે બસ નહીં રોકી ટક્કર મારી હતી. અકસ્માતને કારણે આસપાસના લોકોમાં રોષ પ્રકટ થતા બીઆરટીએસના બ્લુ બસનો કાચ પણ તોડી નાખ્યો હતો.

મૂળ ઝારખંડના વતની અને હાલ ભેસ્તાન વિસ્તારમાં આવેલ નવીકોલોનીમાં રહેતા ૨૪ વર્ષિય અભિમન્યુ રમેશરાજ ગવાની લેબરનું કામ કરીને વતનમાં રહેતા પત્ની અને પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો. અભિમન્યુ તેમના હમવતની બબલુ સાથે રવિવારે સાંજના સમયે કોઈક સામાન લેવા પગપાળા જઈ રહ્યા હતા. નવી કોલોનીએ આગળ આવેલા નવીન કોલ્ડ્રન્સની સામેથી બીઆરટીએસના રૂટમાંથી બંને પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કામરેજથી સચિન જીઆઇડીસીના રૂટમાં ચાલતી બીઆરટીએસના બ્લુ બસ( જીજે ૦૫ બીજેડ ૦૦૬૧)ના ચાલકે અભિમન્યુને અડફેટમાં લીધો હતો. તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.જ્યા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું

પરિવારના જણાવ્યા મુજબ અભિમન્યુને લગ્નને એક વર્ષ થયા છે. અભિમન્યુ અને બબલુ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અભિમન્યુએ બસને જોઈને ઘણીવાર હાથ ઊંચો કરીને બસ ઊભી રાખવા માટેના ઇશારા કર્યા હતા. પરંતુ બીઆરટીએસના બસચાલકે બસ ગંભીર રીતે હંકારીને તેને અડફેટમાં લીધો હતો. આસપાસના લોકોમાં રોષ પ્રકટ થતા બસ પર પથ્થરમારો કર્યો હતો. બ્લુ બીઆરટીએસ બસનો કાચ તોડી નાખ્યો હતો. હાલ સમગ્ર બનાવને પગલે પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *