Fire Incident : ઝારખંડના ધનબાદમાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં 10 મહિલા, 3 બાળકોના મોત

0
10 women, 3 children killed in multi-storey building fire in Jharkhand's Dhanbad

10 women, 3 children killed in multi-storey building fire in Jharkhand's Dhanbad

ઝારખંડના (Jharkhand) ધનબાદમાં એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. અહીં એક ઈમારતમાં આગ(Fire) લાગવાથી 13 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના દર્દનાક મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ નાણાકીય સહાય વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી બહાર પાડવામાં આવશે.

31 જાન્યુઆરીની રાત્રે ધનબાદ શહેરના જોરાફાટક આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગી હતી. કોઇ કંઇ સમજે તે પહેલા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક જ ક્ષણમાં 13 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રાહત અને બચાવ ટીમ સતત લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાસ્થળે એક ડઝન એમ્બ્યુલન્સ અને પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. ઘટનાની જાણકારી મળતા જ SSP સંજીવ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

આગ બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, ‘ધનબાદમાં આગની ઘટનાથી હું દુખી છું. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *