કોરોના બાદ કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ : ICMR કરી રહ્યું છે રિસર્ચ

0
Why are the cases of heart attack increasing after Corona: ICMR is doing research

Why are the cases of heart attack increasing after Corona: ICMR is doing research

છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્ડિયાક (Cardiac) અરેસ્ટના ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે . કોઈ લગ્નમંડપમાં હાર્ટ એટેકથી મરી રહ્યા છે, તો કોઈ ક્રિકેટ રમતા મૃત્યુ પામી રહ્યા છે. કોરોના રોગચાળા પછી , એવું જોવામાં આવ્યું છે કે આવી ઘટનાઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. આ ઘટનાઓને જોતા સવાલો ઉઠી રહ્યા છે કે શું હાર્ટ એટેકથી મૃત્યુનો કોરોના સાથે કોઈ સંબંધ છે ? આ જાણવા માટે ICMR ( ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ) એક અભ્યાસ કરી રહી છે . કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી.

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે ICMR હાર્ટ એટેક અને કોવિડને કારણે થતા મૃત્યુ વચ્ચેની કડીનું મૂલ્યાંકન કરવા માટે એક અભ્યાસ કરી રહ્યું છે. તેના પરિણામો 2 મહિના પછી આવશે.

મનસુખ માંડવિયા એક ચેનલ સમિટમાં બોલી રહ્યા હતા. દરમિયાન, તેણે સ્વીકાર્યું કે કોરોના પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુ દર વધ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે તેના પર ચર્ચા કરવામાં આવી છે અને ICMR આ બાબતનો અભ્યાસ કરી રહી છે.

અમારી પાસે રસીકરણના આંકડા છે. ICMR છેલ્લા 3-4 મહિનાથી અભ્યાસ કરી રહ્યું છે. રિપોર્ટ છ મહિનામાં મળવાનો હતો. હવે આ અભ્યાસનો રિપોર્ટ આગામી બે મહિનામાં આવવાની ધારણા છે, એમ માંડવીયાએ જણાવ્યું હતું.

AIIMS દિલ્હી પણ હાર્ટ એટેકથી થયેલા મૃત્યુના ડેટાની સમીક્ષા કરી રહી છે. માંડવિયાએ એ પણ ઉલ્લેખ કર્યો કે કોરોના રસીનું ઉત્પાદન માત્ર ભારતની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ નહીં પરંતુ નિકાસ માટે પણ વધારવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતે વિનાશક પરિણામો ભોગવવા પડશે. પરંતુ આજે વિશ્વભરમાં શ્રેષ્ઠ વેક્સીન અભિયાન અને કોરોના મેનેજમેન્ટ માટે ભારતની પ્રશંસા થઈ રહી છે. બિલ ગેટ્સે પણ ભારતના વખાણ કર્યા છે.

યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે

ઈન્ડિયન હાર્ટ એસોસિએશન અનુસાર, વર્ષોથી, 50 વર્ષથી ઓછી ઉંમરના 50% અને 40 વર્ષથી ઓછી ઉંમરના 25% લોકોને હૃદય રોગનું જોખમ છે. મતલબ કે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે અને સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ હૃદયરોગથી પીડાય છે. હાઈ બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ, સ્થૂળતા, પૂરતી ઊંઘનો અભાવ અને અનિયમિત જીવનશૈલીને હૃદયરોગના મુખ્ય કારણો ગણવામાં આવે છે.

ઘણા નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે કોવિડ સંક્રમણ પછી શરીરમાં લોહીના ગંઠાઈ જવાનો દર ઝડપથી વધી ગયો છે અને આ વધતા હૃદય રોગ સાથે કોરોનાને કોઈ લેવાદેવા છે કે કેમ તે અંગે અભ્યાસ પણ ચાલી રહ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *