upcoming Film “બાગડ બિલ્લા”ના કલાકાર સુરતની મુલાકાતે 

0

પ્રથમ વખત દિવાળી પર્વ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ

દર વર્ષે દિવાળી પર્વ પર બોલીવુડની મુવી રિલીઝ થતી આવે છે.જો કે આ વર્ષે પ્રથમ વખત દિવાળીમા કોઈ ગુજરાતી મુવી રીઝીલ થવા જઈ રહી છે. 25 ઓક્ટોબર ના રોજ થિયેટરોમા ગુજરાતી ફિલ્મ બાગડ બિલ્લા રિલીઝ થવા થવા જઈ રહી છે. એ પહેલા તેની સ્ટાર કાસ્ટ આજરોજ સુરતના મહેમાન બન્યા હતા.અને આવનારી તેમની આ થ્રિલર ફિલ્મ બાગડ બિલ્લા વિશે ઇમેજિન સુરત સાથે ખાસ વાતચીત કરી હતી.

બાગડબિલ્લાની સ્ટાર કાસ્ટ ચેતન ધનાની, જોલી રાઠોડ, ઓજસ રાવલ અને રાઈટર મૌલીન પરમાર એ જણાવ્યું હતું કે આ ફિલ્મના નિર્દેશક સચિન બ્રહ્મભટ્ટ ,પ્રોડક્શન હાઉસ માધવ મોશન પિક્ચર્સ નિર્માતા ભાવિન માંડવિયા દ્વારા કરાયું છે.જેના લેખક જીગ્નેશ માંડવિયા અને ગીતકાર મૌલિન પરમાર છે.અને પ્રથમ વાર કોઈ ગુજરાતી મુવી દિવાળી સમયે મલ્ટીપલેકસમાં રિલીઝ થવા જઈ રહી છે.

યુનિક નામ અને સસ્પેન્સ સાથે બનેલી આ થ્રિલરફિલ્મ બાગડ બિલ્લાનું ટ્રેલર હાલ રિલીઝ થઈ ચૂક્યું છે.જેમાં કોમેડી, થ્રીલર અને મિસ્ટ્રી નો અનોખો સમન્વય જોવા મળે છે. સાથેજ રોમાન્સના રસ્તા પર રોમાંચક વળાંકો પાર કરી રહસ્યમયી મુકામ પર પહોંચવાની મુસાફરી આ ફિલ્મ માં દર્શાવવામાં આવી છે.સ્ટાર કાસ્ટના જણાવ્યા મુજબ આ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં માઈલસ્ટોન સાબિત થશે અને ટિકિટનાં પૈસા પુરેપુરા વસુલ થશે

રાત્રિની વાર્તા, રમુજ અને રહસ્ય વાતોથી ભરપૂર આ ફિલ્મ બાગડબિલ્લાનું શૂટ અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં થયું છે. ૨૨ દિવસના આ ફિલ્મના શૂટમાં દિવસ કરતાં રાત્રીનું શૂટ વધારે કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલર પરથી જાણી શકાય કે મ્યુઝિક અગત્યનું પાસું હશે

હાલ ના સમયમાં ગુજરાત સરકાર દ્વારા ફિલ્મ જગતને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેના કારણે અનેક સારી ગુજરાતી ફિલ્મો કલા પ્રેમીઓ નિહાળી રહ્યા છે. તો સાથે જ છેલ્લા દસ વર્ષ થી ગુજરાતી સિનેમામાં અર્બન ગુજરાતી ફિલ્મોનો જમાનો આવ્યો છે.અને આ અર્બન બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મોને સફળતા પણ મળી રહી છે. ત્યારે પરદા પર ઘુમ મચાવવા આવી રહેલી ગુજરાતી મુવી બાગડબિલ્લાની સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મ અંગે થયેલી આ ખાસ વાત ચીત જુઓ આ વીડિયો મા

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *