ઇમેજિન સ્પેશિયલ: અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો સાબિત કરી બતાવ્યું સુરતના દિવ્યાંગ ફૂડ બ્લોગરે

0

ક્યારેક એવું લાગે કે કુદરતનું કામ ચમત્કારું સર્જવાનું અને લોકોને અચંબામાં મૂકી દેવાનું છે, ક્યારેક પહેલવાન જેવો માણસ પણ કશું જ ના કરી શકે તો ક્યારેક અપંગ વ્યક્તિ પણ અભૂતપૂર્વક સિદ્ધિ હાસલ કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે છે. આવોજ એક યુવા એટલે સુરતનો ફૂડ બ્લોગર અંકિત બરનવાળા,જે ભલે પગ થી અપંગ છે ,પણ એક અલગ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી જીવન જીવી રહ્યો છે.

અંકિતને યુ ટુબર અને ફૂડ બ્લોગર તરીકે લોકો ઓળખતા થયા

સુરતના જાણીતા અંકિત બરનવાળા જે જે આજે સુરત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેને લોકો યુ ટુબર અને ફૂડ બ્લોગર તરીકે લોકો ઓળખતા થયા છે. જોકે આ પાછળ તેને અથાગ મહેનત અને પરિશ્રમ પણ છે. અહીં સુધી પહોંચવા માટે અંકિતે ઘણું સ્ટ્રગલ કર્યું છે. અને તેની મહેનતનું ફળ હવે તેને મળ્યું છે.

અંકિતે જણાવ્યું હતું કે તેમનો જ્યારે જન્મ થયો ત્યારે તેમને સ્પાઇન કોરમાં ટ્યુમર હતું અને જો એ ફાટી જાત તો તેનું મૃત્યુ થઈ જાય તેવી સ્થિતિ હતી જેથી તેઓ જ્યારે ત્રણ મહિનાના હતા ત્યારે તેમનો ઓપરેશન કરવામાં આવ્યું અને આ ઓપરેશન દરમિયાન તેમના પગની કોઈ નસ દબાઈ ગઈ અથવા તો કપાઈ ગઈ અને ત્યારથી તેઓ ચાલી નથી શકતા. અત્યાર સુધી 25 રાજ્યોમાં તેઓ ડોક્ટરોને બતાવી ચૂક્યા છે પરંતુ કશે જ તેનો ઈલાજ ન થતા આખરે તેઓએ તેમની આ કમીને અપનાવી લીધી હતી.

અને ત્યારબાદ વિહિલચેરના સહારે તેણે તેની સફળ શરૂ કરી તે જાતે ચાલી ન શકવાને કારણે તેના મિત્રોએ તેમની ઘણી મદદ કરી અને વિડીયોગ્રાફીના કેમેરા અને સાધનનો ઉપયોગ કરી ફૂડ બ્લોગીગ ચાલુ કર્યું. અને તેમને સૌ પ્રથમ લોકલ ફોર વોકલ માટે સુરતનું સ્ટ્રીટ ફૂડને જ મહત્વ આપી લોકલ લોકોના ફૂડનું બ્લોગીંગ કર્યું હતું. અને કેટલાક સામાન્ય લારીનું ફૂડ બ્લોગીંગ કર્યું હતું. અને આજે તે સુરતના જાણીતા ફૂડ બ્લોગર બન્યા છે. અને આ ફૂડ બ્લોગિંગમાં કરિયર બનાવા માંગતા યંગસ્ટરને તે મદદ પણ કરી રહ્યા છે.

તેમના કરિયર વિશેના સ્ટ્રગલની વાત કરતા અંકિત જણાવે છે કે મેં એકલા એ કામયાબી હાસિલ કરી છે એ વાત ખોટી છે. મારી સફળતા પાછળ ઘણા લોકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જેમાં મારા ફૂડ બ્લોગિંગ પાછળ ચાર લોકોએ મને ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રો જેઓ મને આ કામ કરવા માટે પુશ કર્યું, મારે જ્યાં પણ શૂટ કરવા જવું હોય ત્યાં લઈ જવામાં મને મદદ કરે, શૂટ કરવા માટે ની પરમિશન માટે પણ મારા મિત્રો ખૂબ જ સહયોગ કરી રહ્યા છે. અને તેના કારણે આજે હું એક ઉભરતો ફૂડ બ્લોગર અને youtube પર બન્યો છું, થોડાક જ હશે પરંતુ લોકો મને મારા નામ અને મારા કામથી ઓળખતા થયા છે.

આજનો યુગએ ટેક્નોલોજીને ક્ષેત્રે ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે, આજે લોકો કોઈ પણ કાર્ય કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.શું ખાવુંએ બાબતે પણ લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી પસંગી કરે છે છે.અને આ વધતા ક્રેઝને લઇ કેટલાક લોકો અલગ અલગ જગ્યાએ જય ત્યાંના ફૂડ વિષે સોશ્યલ મીડિયા પાર માહિતી આપી ફૂડ બ્લોગર બને છે.અને યંગસ્ટરમાં ફૂડ બ્લોગીંગનો ક્રેઝ વધુ જોવા મળે છે. ફૂડ બ્લોગર અલગ અલગ જગ્યાએ જઈ ફૂડનું ટેસ્ટ કરે છે. અને કંઈક નવી વાનગીનો વિડીયો સોસસિયલ મીડિયા પર મૂકી લોકોને તેના વિષે માહિતી આપે છે. અને ઘણા યુવાનો કંઈક અલગ કરવા માટે ફૂડ બ્લોગરમાં પોતાનું કરિયર બનાવતા હોય છે. ત્યારે સુરતના ફૂડબ્લોગર જેમણે પોતાના ઉપર આવેલ આફતને અવસરમાં પલટી ફૂડ બ્લોગર બન્યા છે.

શારીરિક કમી પણ પ્રબળ ઈચ્છા શક્તિ સામે પરાસ્ત થઈ શકે છે ,અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને સાબિત કરી બતાવ્યું છે સુરતના ફૂડ બ્લોગર અંકિત બરનવાળાએ

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *