ઉધના-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશએ આપી લીલી ઝંડી

0

ઉધના-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશએ આપી લીલી ઝંડી

ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં રોજગારી અર્થે સુરતમાં આવી વસવાટ કર્યો છે ત્યારે વાર તહેવારે તેઓને પોતાના વતન જવા માટે ઉધના અને બનારસ વચ્ચે અઠવાડિક ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી જે ટ્રેનને આજ રોજ રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન શરૂ થતા ઉત્તર ભારતીય લોકોમાં પણ ખુશી જોવા મળી હતી કારણ કે તેઓને આ ટ્રેનનો સારો એવો લાભ મળશે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉત્તર ભારતીયોને વતન જવાની સુવિધા મળી રહે તે માટે ઉધના અને બનારસ વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેનનો શુભારંભ થયો છે.જેને રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે ઉધના બનારસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ઉધના થી આ ટ્રેન દર મંગળવારે ઉપડશે અને બીજા દિવસે બનારસ પહોંચશે. આ ટ્રેન 5ઓક્ટોબરથી નિયમિત દોડાવવામાં આવશે. સુપરફાસ્ટ ટ્રેન હોવાથી વડોદર, રતલામ, નાગદા, ઉજ્જૈન, ભીંડ, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ સ્ટેશન પર રોકાણ કરશે.

સુરતથી ઉત્તર ભારત જનારાઓનો વર્ગ ખૂબ મોટો છે જેને કારણે મોટાભાગની ટ્રેનો ફૂલ થઈ જાય છે ત્યારે આ નવી ટ્રેન શરૂ થતા ઉત્તર ભારતીયોને સારો લાભ મળશે જોકે લોકોને અપેક્ષા એવી હતી કે સુરતથી બનારસ માટે દૈનિક ટ્રેન શરૂ થાય કારણ કે આ રૂટ પર બીજી કોઈ ટ્રેન નથી જેથી રોજ ટ્રેન દોડાવવામાં આવે તો તેનો લાભ વધુ લોકો લઈ શકે એમ છે .

ઉધના-બનારસ-ઉધના (20961-62) સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દર મંગળવારે સવારે 07:25 કલાકે ઉધના થી ઉપડશે.અને બુધવારે સાંજે 5:50 કલાકે બનારસ થી ઉપડશે

દર મંગળવારે સવારે 7:25 વાગ્યે ઉધનાથી ઉપડશે. આ ટ્રેનમાં ચાર જનરલ સેકન્ડ ક્લાસ કોચ, 12 સ્લીપર ક્લાસ કોચ, ચાર એડ કન્ડિશન થર્ડ ક્લાસ કોચ, બે એર કન્ડિશન સેકન્ડ ક્લાસ કોચ સહિત કુલ 24 કોચ મૂકવામાં આવ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *