બારડોલીમાં ધોધમાર વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડમાં ફરી વળ્યું પાણી

0

 • વરસાદને કારણે ગ્રાઉન્ડની ફરતે ઊભી કરાયેલ પતરાની વોલ થઈ ધરાશાયી

નવરાત્રીની શરૂઆતની સાથે સુરત જિલ્લામાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી ત્યારે પહેલા નોરતેથી જ માંડવી ઓલપાડ બારડોલી માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી,જોકે સાંજના સમયે વરસાદ શાંત રહેતા લોકોએ ગરબે ઘૂમી શક્યા હતા. જોકે ગરબા આયોજકો દ્વારા લાખોના ખર્ચે કરવામાં આવેલ નવરાત્રી આયોજનમાં વરસાદને ઘણું નુકસાન પણ થયું હતું. ત્યારે ફરી વાર ગતરોજ સાંજના સમયે બારડોલી વિસ્તારમાં ઘોઘમર વરસાદ પડતા ગરબા ગ્રાઉન્ડમાં ભારે નુકસાન થયું હતું.

 

 

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં નવી નગરપાલિકાની સામે આવેલ ખુલ્લા મેદાનમાં લોટસ ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ આઠમા નોરતે બારડોલી પંથકમાં સાંજના સમયે ફરીવાર મેઘરાજા એન્ટ્રી કરી હતી.અને ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે ગરબા ગ્રાઉન્ડમાં ઊભી કરવામાં આવેલી પતરાની વોલ તૂટી જવા પામી હતી. સાથે જ ગ્રાઉન્ડ પર લગાવેલા કાર્પેટ પર પાણી ફરી વળ્યું હતું. જેને પગલે આયોજકો સહિતપંથકના લોકોમાં સાંજના સમયે ગરબા નહીં રમી શકાય તેને લઈને નિરાશા જોવા મળી હતી.

 • તાત્કાલિક ગ્રાઉન્ડના કારપેટ અને પડદા બદલે ફરીથી તૈયાર કરાયું ગરબા ગ્રાઉન્ડ 

ધોધમાર વરસાદને કારણે લોટસ ગરબા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં પાણી ફરી વળ્યા બાદ પણ તાત્કાલિક ધોરણે ફરીથી નવા કાર્પેટ લગાવી દેવામાં આવ્યા હતા અને ચારે બાજુ પડદા ગોઠવી દઈ ગ્રાઉન્ડને નવ વાગ્યા સુધીમા તૈયાર કરી દેવામાં આવ્યું હતું. જે બાદ રાતના દસ વાગ્યે ફરીથી આ ગ્રાઉન્ડમાં લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *