Surat: ઇકો સેલ દ્વારા કરોડોના GST કૌભાંડમાં વધુ બેની ધરપકડ :4 મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર
થોડા દિવસ અગાઉ સુરત પોલીસ દ્વારા જીએસટી કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સુરત શહેર ઇકો સેલ, ક્રાઈમ બ્રાન્ચ ,સાયબર સેલ, અને એસઓજીની ટીમ દ્વારા ગુજરાતના છ શહેરોમાં રેડ કરી કરોડો રૂપિયાના જીએસટી ટ્રાન્જેક્શન કૌભાંડને ઝડપી લઇ 21 નકલી કંપનીઓ ઉભી કરી ખોટા બિલના આધારે રૂપિયાની ઉચાપત કરવાની ઘટનામાં 12 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.ત્યારે કરોડના આ GST કૌભાંડમાં વધુ બેની ધરપકડ આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે કેટલીક વ્યક્તિઓ બનાવટી દસ્તાવેજો થી પેઢીઓ અને કંપનીઓના નામે જીએસટી લાયસન્સ મેળવીને બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા, અને ગેરકાયદેસર ધંધો કરી કાયદા મુજબ ટેક્સ ક્રેડિટ મેળવવાના ખોટા બીલ રજૂ કરી બેન્ક એકાઉન્ટ થકી મોટા નાણાકીય ટ્રાન્જેક્શન કરીને આર્થિક ઉચાપત કરી રહ્યા છે. જેથી પોલીસે ઓપરેશન GST હાથ ઘરી ડમી પેઢીઓ ડમી વ્યક્તિઓના નામે ખોલાવનાર ઇસમો તથા કાવતરામાં સામેલ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે આ કંપનીઓની તપાસ કરી જીએસટી લાઇસન્સ મેળવવા રજૂ કરેલા પુરાવામાં ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની તથા ડીજીવીસીએલના લાઈટ બિલ હોવાને કારણે ત્યાં તપાસ કરતાં આ પ્રકારના કસ્ટમર આઈડી કંપની દ્વારા ઈસુ કરાયા જ નથી તેવું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે રજીસ્ટર આઇડી આધાર કાર્ડ વગેરે વ્યક્તિઓને શોધીને મળતા ખબર પડી હતી કે તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ ગુન્હામાં સામેલ 12 વ્યક્તિઓની પોલીસે ઘરપકડ કરી જેમની તપાસ દરમ્યાન તપાસ કરતા વધુ બે લોકોની સંડોવણી સામે આવી હતી.જેથી પોલીસે જુનાગઢના સલીમ રવાણી અને ભાવનગરના આનંદ જયંતિ પરમારને પકડી પાડી બંનેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ ની પૂછપરછ મા આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધાર આલમ શેખ, સુરત.સૂફીયન કાપડિયા, સુરત.ઉસ્માન બગલા, ભાવનગર. સજ્જાદ રોજાની, ભાવનગર.હોવાનું સામે આવ્યું હતું. જેમને પકડવા પોલીસે હાલ ચક્રોગતિમાન કર્યા છે.જેઓએ શેલ કંપની શરૂ કરી હતી અને તેના નામે બોગસ બીલિંગ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આઠ કંપનીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે જેનું કુલ 106 કરોડનું ટર્ન ઓવર સામે આવ્યું,આ ઉપરાંત તપાસ દરમ્યાન અન્ય 13 કંપનીઓનું ટર્ન ઓવર 733 કરોડ હોવાનું સામે આવ્યું છે.
જીએસટી કૌભાંડમાં આરોપીઓની પૂછપરછ મા અત્યાર સુધીમાં સુરત, અમદાવાદ, ભાવનગર થી સંચાલિત 142 પેઢીઓનું ટર્નઓવર 420 કરોડ જેમાંથી કુલ 74 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ આ કૌભાંડની અન્ય પેઢીઓ મળી કુલ 1206 કરોડનું બોગસ બીલિંગ કરી 116 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ૧૪ આરોપીઓની ઘરપકડ કરી બેન્ક એકાઉન્ટ સિઝડ કરવાની સાથે 16 લેપટોપ, 25 મોબાઈલ, 2,12,400 રૂપિયા, 3 CPU, 2 હાર્ડ ડિસ્ક, 3 ચેકબુક, 18 ચેક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ 9, 6 પાનકાર્ડ, 69 સ્ટેમ્પ કબ્જે કરાયા છે.અને તમામ ના ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જો કે આ આખો કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.