ધમાકેદાર એક્શન સાથે મોટા પડદા પર ધૂમ મચાવવા હવે ટાઇગર 3 છે તૈયાર

0
Tiger 3 is all set to make a splash on the big screen with some banging action

Tiger 3 is all set to make a splash on the big screen with some banging action

બોલિવૂડના (Bollywood) કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની(SRK) ફિલ્મ ‘પઠાણ'(Pathaan) બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. સલમાન ખાને ‘પઠાણ’માં કેમિયો રોલ કર્યો છે, જેના પછી બધા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના લેખક શ્રીધર રાઘવનનું કહેવું છે કે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’નું ‘પઠાણ’નું ટીઝર માત્ર એક ઝલક છે. પઠાણની જેમ ‘ટાઈગર 3’ પણ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થશે.

‘ટાઈગર 3’માં જોવા મળશે એક્શનનો ધમાકો

શાહરૂખ ખાનની પઠાણથી લઈને રિતિક રોશન અને ટાઈગર શ્રોફની સુપરહિટ ફિલ્મ ‘વોર’ સુધી શ્રીધર રાઘવને ઘણી શાનદાર સ્પાય થ્રિલર ફિલ્મો લખી છે. હવે ચાહકો શ્રીધર રાઘવનની ટાઈગર 3ની રાહ જોઈ રહ્યા છે. લેખક શ્રીધર રાઘવને ખુલાસો કર્યો છે કે સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ટાઈગર 3માં ધમાકેદાર એક્શન જોવા મળશે. સતત હિટ ફિલ્મો આપ્યા બાદ શ્રીધર રાઘવનને YRF સ્પાય યુનિવર્સનો મેન્ટર કહેવામાં આવે છે.

‘ટાઈગર 3’ એક રૉક સોલિડ ફિલ્મ હશે

શ્રીધરે કહ્યું, ‘ફિલ્મની સ્ક્રિપ્ટ થોડા વર્ષો પહેલા જ લખવામાં આવી છે. પહેલા લોકોને સલમાન ખાનની ફિલ્મ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ પસંદ હતી, પરંતુ હવે ‘ટાઈગર 3’ વધુ સારી જોવા મળશે. શ્રીધરે કહ્યું- મને લાગે છે કે દર્શકોને તે ગમશે. આ એક સારી, રૉક સોલિડ ફિલ્મ છે.” શ્રીધર રાઘવને કહ્યું કે ‘પઠાણ’માં અમે ટાઇગરનો કેમિયો થોડો ફની બતાવ્યો હતો, પરંતુ ‘ટાઇગર’નું પાત્ર એક દાયકામાં ઘણું ડેવલપ થયું છે. હવે ટાઇગર વધુ આકર્ષક અને રોમેન્ટિક બનશે.

‘ટાઈગર 3’ ફુલ રોમાન્સ હશે

શ્રીધર રાઘવને ટાઈગર 3 વિશે કર્યો ખુલાસો, ફિલ્મમાં ધમાકેદાર એક્શન જોવા મળશે. જોકે લેખકે ‘ટાઈગર 3’ની સ્ટોરી અને સલમાનના રોલ વિશે કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. જોકે તેણે કહ્યું હતું કે, લોકોને એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈના પાત્રોથી અલગ થયાનું લાગ્યું ન હતું, તેથી ટાઈગર 3ને એ જ રીતે આગળ લઈ જવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ટાઈગર 3 ના ડિરેક્ટર મનીષ શર્મા છે, યશ રાજ બેનર હેઠળ બની રહેલી ટાઈગર 3 2023 માં દિવાળી પર રિલીઝ થશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *