જેસલમેરના કિલ્લામાં સાત ફેરા લેશે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કિયારા (Kiara) અડવાણી અને સિદ્ધાર્થ(Sidhharth) મલ્હોત્રાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જોવા મળી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 6 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થવાના છે. કિયારા-સિદ્ધાર્થના આ ખાસ દિવસે હાજરી આપવા માટે ઘણા મહેમાનો આવશે, તેથી સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના એક્સ બોડીગાર્ડની સુરક્ષા સૂર્યગઢ પેલેસમાં જ રહેશે.
શાહરૂખના એક્સ બોડીગાર્ડને મળી સુરક્ષાની જવાબદારી!
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનના એક્સ બોડીગાર્ડ યાસીનને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કિયારા અને સિદ્ધાર્થના લગ્ન માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 84 રૂમ અને 70થી વધુ લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોયત્રા વેડિંગ અને કિયારાના લગ્નમાં ખૂબ જ નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તે જ સમયે, લગ્ન માટે મહેમાનો પણ 3 ફેબ્રુઆરી સુધીમાં જેસલમેર પહોંચવાનું શરૂ કરશે. જો રિપોર્ટ્સનું માનીએ તો, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રાના વેડિંગ ફંક્શન 4 અને 5 ફેબ્રુઆરીએ યોજાશે. જે બાદ 6 ફેબ્રુઆરીએ કપલ સાત ફેરા લેશે.