Gujrat: ઉકાઇ ડેમની સપાટીમાં ધીમી ગતિએ થઇ વધારો, સપાટી 337.49 ફૂટ
ઉપરવાસના ૬ ગેજ સ્ટેશનોમાં ૬૯.૮૦ મી.મી.નોધાયો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જીવાદોરી સમાન તાપી નદી ના ઉકાઇ ડેમના વિસ્તારોમાં ઉપરવાસમાં તાપી નદી સંલગ્ન વીતેલા ૨૪ કલાકમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે ઉપરાંત મહારાષ્ટ્રમાં આવેલ હથનુંર ડેમમાંથી૨૨,૫૨૦ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.જેથી ઉકાઇ ડેમમાં બપોરે ૧૨ વાગ્યે ૨૨,૨૮૨ ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 337.49ફૂટ નોંધાઇ છે અને ડેમમાં થી ૬,૪૮૮ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.
ઉકાઇડેમના ઉપરવાસમાં આવેલા ૨૧ ગેજ સ્ટેશનો પૈકી ૬ ગેજ સ્ટેશનોમાં વરસાદ વરસ્યો હોવાનું સિંચાઇ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.જેમા ટેસકા ૧૬.૪૦ મી.મી. લખ પુરી ૮.૨૦ મી.મી. ચીખલધરા ૧૦.૮૦ મી.મી.ગોપાલખેડા ૬.૮૦ મી.મી.ડેડતલાઇ ૨૭ મી.મી.બુરહાનપુર ૦.૬૦ મી.મી મળીને કુલ મીલાવીને ૬૯.૮૦ મી.મી.વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે એટલે કે ઉપરવાસમાં ૩.૩૨ ઇંચની એવરેજ થી વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત હથનુર ડેમમાં થી ૨૨,૫૨૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હથનુર ડેમમાંથી આવતો પાણીનો જથ્થો અને ગેજ સ્ટેશનોમાં પડેલા વરસાદ નું પાણી ઉકાઇ ડેમમાં ઠલવાઈ રહ્યું છે જેથી ૨૨,૩૮૦ ક્યુસેક પાણીની આવક સામે સપાટી બપોરે ૧૨ વાગ્યે ૩૩૭.૪૯ ફૂટ અને ડેમમાં થી ૬,૪૮૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે