Surat: 36th National Games-2022:: સુરતના આંગણે યોજાશે ‘સ્પોર્ટસ કાર્નિવલ’ 

0

સ્પોર્ટસ કાર્નિવલના આયોજન અર્થે પ્રભારી સચિવશ્રી એમ. થેન્નારસન અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

નેશનલ ગેમ્સ સ્પર્ધા રમાનાર ડુમસ બીચની સુરત પ્રભારી સચિવશ્રીએ મુલાકાત લીધી

36મી નેશનલ ગેમ્સ, ગુજરાત ૨૦૨૨માં સુરત ખાતે યોજાનાર બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ટેબલ ટેનિસ તથા બેડમિન્ટનની ઈવેન્ટ્સને સફળતા મળે તે માટે રાજ્યના સ્પોર્ટસ વિભાગની સાથે સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રમત-ગમત ક્ષેત્રે ગુજરાતના સકારાત્મક અભિગમ સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ દરમ્યાન પ્રતિષ્ઠિત “૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨”ની યજમાની કરવા જઈ રહ્યું છે. નેશનલ ગેમ્સના અજમાન બનવાનો અવસર સુરતને મળ્યો ત્યારે સુરતને બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ટેબલ ટેનિસ તથા બેડમિન્ટન એમ ચાર રમતોની યજમાની મળી છે. ત્યારે ડુમસ બીચ અને જી. ડી. ગોયેન્કા આઇકોનિક રોડની સુરત પ્રભારી સચિવશ્રી એમ. થેન્નારસનએ સાઈટ વિઝિટ કરી જરૂરી દિશા નિર્દેશ સુચવ્યા હતા. આ વેળાએ ચોર્યાસી ધારાસભ્ય ઝંખનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ડુમસ બીચની મુલાકાત વેળાએ સુરત પ્રભારી સચિવશ્રી IAS એમ. થેન્નારસનએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારના માર્ગદર્શન હેઠળ સુરતના લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યમાં ૩૬માં નેશનલ ગેમ્સનું ગેમ્સનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાઈટ ડેવલપમેન્ટ તથા લોજીસ્ટીક્સ સુવિધા અંગેની માહિતી મેળવીને પ્રી-ઈવેન્ટ્સ અંગેની જરૂરી માર્ગદર્શન આપી અધિકારીઓને જવાબદારીઓ સોપાઈ હતી.

સ્પોર્ટસ કાર્નિવલમાં પરંપરાગત ગામઠી રમતો સહિત સાયકલીંગ, સ્કેટીગ રેલી યોજાશે

સુરત ખાતે ૩૬મી નેશનલ ગેમ્સના ભાગરૂપે તા. ૧૮ થી ૨૦ સપ્ટેમ્બરના રોજ સુધી જી.ડી.ગોએન્કા પાસે કેનાલ વોકવે ખાતે સવારે ૭:૦૦ થી ૯:૦૦ કલાક સુધી સ્પોર્ટસ કાર્નિવલ યોજીને વિદ્યાર્થીઓ અને રમતગમતવીરોને જાગૃત કરવામાં આવશે. તા.૧૮મીના રોજ સવારે ૭:૦૦ વાગ્યે કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે તથા ૫મી ઓક્ટોબર સુઘી ફૂટ કોર્ટ ફેસ્ટિવલ યોજાશે, તા.૧૯મીએ સવારે સાયકલીંગ, સ્કેટિંગ અને સાંજે ૦૪:૦૦ વાગ્યે જુમ્મા- જિમ્નાસ્ટીકના પ્રોગ્રામ યોજાશે અને તા.૨૦મી સપ્ટેમ્બર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નેશનલ ગેમ્સ થીમ આધારીત ૩૬ નેશનલ ગેમ્સના પ્લાટૂનની પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત ખાતે યોજાનાર 36માં નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ સ્પર્ધા તા.૨૦ થી ૨૪ સપ્ટેમ્બર સુધી તથા બેડમિન્ટન સ્પર્ધા તા.૧ થી ૬ ઓક્ટોબર સુધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે અને બીચ વોલીબોલ સ્પર્ધા તા.૬ થી તા.૯ ઓક્ટોબર સુધી અને બીચ હેન્ડબોલ સ્પર્ધા તા.૩૦ સપ્ટેમ્બરથી તા.૪ ઓક્ટોબર સુધી ડુમસ બીચ ખાતે યોજાશે.

અંતે તારીખ ૧૨મી ઓક્ટોમ્બરના રોજ ૩૬મી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં વિવિધ ગેમ્સના વિજેતા ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ આયોજનના ભાગરૂપે વેસુ સુડા ભવન ખાતે સુરત પ્રભારી સચિવશ્રી IAS એમ. થેન્નારસનની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, DCF પુનિત નૈયર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, VNSGUના વાઈસ ચાન્સેલરશ્રી કિશોરસિંહ ચાવડા સહિત ગુજરાત સરકારના સ્પોર્ટસ મિનિસ્ટ્રીના અધિકારી સહિત એજન્સીના પદ્દાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

-૦૦-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *