Surat:હિમ્મતતો જુઓ ચોરોની,GEB ની ચાલુ વીજલાઇનના વાયરોની કરતા હતા ચોરી

0

50 થી વધુ જગ્યાએ વીજ લાઇનના વાયરોની ચોરી કરનાર કૂમાવત ગેંગ ઝડપાઈ

સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે વીજલાઇનના વાયરોની ચોરી કરતી ગેંગને પોલીસે ખોલવડ પાસે વોચ ગોઠવી ઝડપી પાડી છે.જેઓની પાસેથી પોલીસે રોકડા રૂપિયા, એલ્યુમિનિયમ ના વાયરોના બંડલો અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી સુરતના કામરેજ, પલસાણા, કિમ, માંડવી, બારડોલી, સહિતના વિસ્તારોમાં વીજ લાઈનનના વાયરોની ચોરી કરી ગેંગ ચોરીના વાયરો ટેમ્પામા ભરી ખોલવડ વેચવા આવવા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા એલ્યુમિનિયમ ના ચોરેલા વાયરોના બંડોલો મળી આવ્યા હતા.

નારાયણ કુમાવત રાજસ્થાનના ભીલવાડાનો હોય પોતાની ગેંગના પપ્પુ, કનૈયાલાલ, હેમરાજ તેમજ અન્ય સાગરીતોને લઈ કામરેજ ખાતે રહેતો હોય પોતાની લાલ કલરની સ્વીફ્ટ કાર લઈને પોતાના સહ – આરિપીઓ સાથે મળી સુરત ગ્રામ્ય જિલ્લામાં રેડ  કરી રાત્રીના સમયે ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી કરતો હતો. પોતાની પાસે રહેલ અશોક લેલન પીક – અપ ટેમ્પોમાં માલ ભરી મુકેશ તેમજ દીપક જૈનનાઓને સસ્તા ભાવે વેચતો હોવાની કબુલાત કરેલ છે. અત્યાર સુધીમાં આશરે સુરત જિલ્લામાં અલગ – અલગ ૫૦થી વધારે જગ્યાએ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા વણશોધાયેલ વીજતાર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યા છે. આરોપીઓનો પલસાણા પોસ્ટને સોંપવામાં આવેલ છે .

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *