Surat:આડાસંબંધના વહેમમાં પતિએ કરી પત્નીની હત્યા
પરપુરુષ સાથે ફોન પર વાત કરતી રીનાદેવીને સાડીનાં પલ્લુ વડે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેવાઈ : આરોપી પતિ કુલદીપપ્રસાદ શાહુને ડીટેઇન કરાયો
અમરોલી સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ભાડાના મકાનમાં રહેતાં ઝારખંડવાસી યુવકે પત્નીને સાડીના પલ્લુ વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી લીધી હતી. પતી પરપુરુષ સાથે ફોન પર વાત કરતી હોવાથી થયેલાં ઝઘડા દરમિયાન ભાગવા ગયેલી પત્નીની હત્યા કરનારા પતિને અમરોલી પોલીસે ડીટેઇન કરતાં ત્રણ સંતાનોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું છે.
અમરોલી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક વિસ્તારની દેવદીપ સોસાયટી વિ-૨ નાં મકાન નં. ૪૦૯ નાં ચોથા માળે ભાડાની રૂમમાં રહેતો કુલદીપપ્રસાદ બોધી શાહુ (ઉં.વ. ૩૫, મૂળ વતન. ૨૨૩ શાહપુર, પોસ્ટ. શાહપુર તોયર, થાના. કટકમ સાંડી, જી. હજારીબાગ, ઝાર ખંડ) લુમ્સ ખાતામાં નોકરી કરે છે. પત્ની રીનાદેવી (ઉ.વ. ૩૨) સાથેનાં લગ્નજીવન થકી તેઓને હાલ બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ સંતાનો છે.
ગતરાત્રે લદીપ પ્રસાદ નોકરી પરથી ઘરે આવ્યો હતો તે વેળા રાત્રિનાં ૧૨:૩૦ વાગ્યાનાં અરસામાં પતી રીનાદેવી પરપુરુષ સાથે મોબાઈલ પર વાતો કરતી હતી. જે બાબતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ દ્વારા મારઝુડ કરવામાં આવતાં રીનાદેવી દ્વારા ઘરનો દરવાજો ખોલી ભાગવાની કોશિષ કરવામાં આવતાં આવેશમાં આવેલા કુલદીપપ્રસાદે પત્નીને પકડી તેણીની સાડીના પલ્લુ વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બનાવ મામલે મકાન માલિક દીપકભાઈ આહીર દ્વારા જાણ કરવામાં આવતાં બનાવસ્થળે પહોંચેલી અમરોલી પોલીસે મૃતક રીનાદેવીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદ સંદર્ભતપાસ કરી રહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર ટી.પી બ્રહ્મભટ્ટ દ્વારા આજરોજ રીનાદેવીનાં અંતિમ સંસ્કાર બાદ આરોપી પતિ કુલદીપપ્રસાદ શાહુને ડીટેઇન કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.