હજીરા સ્થિત મંદિરમાં યોજાયેલા લોકડાયરામા ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ થયો

0

સુરતના હજીરા સ્થિત રાજગરી ગામ ખાતે શ્રી રાજેશ્વર મહાદેવ મંદિરની 9 મી સાલગીરી નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું અહીં ગીતાબેન રબારી હાજર રહ્યા હતા જેમાં ગીતાબેન રબારીના ભજન અને ગીતો પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો

સુરતના હજીરા સ્થિત શ્રી રાજેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર ગ્રામજનોના સહયોગથી નિર્માણ કરાયું છે. ત્યારે મંદિરની 9 મી સાલગીરી હોય અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરની 9મી સાલગીરીની ઉજવણી ના ભાગરૂપે અહીં લોકડાયરાનું આયોજન કરાયું હતું આ લોકડાયરામાં કચ્છી કોયલ ગીતા રબારી હાજર રહ્યા હતા

અહીં યોજાયેલા ડાયરામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગીતા રબારીના ભજન અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા આ ઉપરાંત ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ અહીં લોકોએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા 8 લાખ જેટલી રકમ એકત્ર થઈ ગયી હતી આ તમામ રકમ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ ડાયરા દરમ્યાન મંદિર ગીતા રબારીના ભજન પર લોકો ઝૂમી ઉઠ્યા હતા

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અવાર નવાર લોક ડાયરાનું આયોજન થાય છે અને અનેક નામી કલાકારો ડાયરામાં હાજરી આપે છે તેમજ લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ કરે છે ત્યારે હજીરા વિસ્તારમાં યોજાયેલા ડાયરામાં પણ ગીતા રબારીના ભજન પર મંત્રમુગ્ધ થઇ લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *