ઉધના સ્ટેશનના યાર્ડને રિમોડેલિંગના કામને કારણે બે મહિનાનો મેગાબ્લોક, ટ્રેન સેવાને કોઈ અસર નહીં

0

સુરત રેલવે સ્ટેશનની સાથે ઉધના સ્ટેશનને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જેથી ઉધના સ્ટેશન ખાતેના યાર્ડને રિમોડેલિગ કરવામાં આવી રહ્યું

ઉધના રેલવે સ્ટેશનની કામગીરી માટે જયપુરથી ટી-28 ટ્રેક લેઈંગ મશીન મંગાવવામાં આવ્યું છે. જેથી ઉધના સ્ટેશન ખાતે 40 દિવસ સુધીનો મેગા બ્લોકની જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ બ્લોક યાર્ડના અલગ એરીયામાં થતું હોવાથી મુંબઇની મેઇન લાઇનની ટ્રેનોને તેની કોઈ અસર થશે નહિ.

ઉધના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની સાથે તેના યાર્ડ રિમોડેલિંગનું કામ પણ ફુલ સ્પીડમાં થઇ રહ્યું છે. આ કામ કરવા માટે રેલવે દ્વારા જયપુરથી ટી-28 ટ્રેક લેઈંગ મશીન મંગાવ્યું છે. આ કારણે ઉધના સ્ટેશન યાર્ડ ખાતે 60 દિવસ સુધીનો ઇન્ટરનલ બ્લોક ચાલી રહ્યોછે.

જેમાં રોજના બે કલાકથી લઇને ચાર કલાકના બ્લોકમાં કામગીરી કરવામાં આવી રહાય છે. જો કે આ કામ યાર્ડના અલગ એરીયામાં થતું હોવાથી સુરત અને મુંબઈ વચ્ચેની મેઇન લાઇનની કોઇ ટ્રેનને અસર થશે નહીં. ઉપરાંત ઉધના-સુરત વચ્ચે ત્રીજી લાઇન નાખવાની કામગીરી પણ આ મશીનથી કરાશે. ઉધના યાર્ડ રિમોડેલિંગમાં કુલ 21 ટ્રેક છે જેનું કામ શરૂ થઈ ગયું છે. તેની ટ્રેનો એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર જવા માટે, 16 ક્રોસ ઓવર પોઈન્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. ઉધના રિમોડલિંગનું કામ આગામી 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામ માટે યાર્ડ વિસ્તારમાં દરરોજ બેથી ચાર કલાકનો બ્લોક પણ લેવામાં આવી રહ્યો છે.આ કામગીરી ખૂબજ ઝડપીથી ચાલી રહી છે. જેથી આગામી સમયમાં સુરત સ્ટેશનના ટ્રેકની કામગીરી શરૂ થાય ત્યા કેટલીક ટ્રેનને સુરત યાર્ડમાંથી ઉધના યાર્ડ ખાતે પણ મોકલી શકાય જેથી સુરત સ્ટેશન ખાતેની કામગીરી યોગ્ય રીતે થઈ શકે. હાલમાં જે ઇન્ટરનલ બ્લોક છે તેને લઈને પણ રેલવે દ્વારા કામ સમય પર પૂર્ણ થાય તેવા પ્રયાસ ઝડપથી કરવામાં આવી રહ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *