રાત્રિના અંધારામાં 14 વર્ષની બાળકીના મૃતદેહને દફનાવવા જતા પરિવારને પોલીસે ઝડપી પાડ્યો
હજીરા પોર્ટ નજીક ખુલ્લી અવાવરુ જગ્યામાં નાયકો કંપનીના ગેટ નજીક બોડીને દફનાવવાની કોશિશ
સ્થાનિક લોકોને જાણ થતા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
પોલીસ ની પ્રાથમિક તપાસમાં છોકરીએ સુસાઇડ કર્યાની વાત
સુરતના હજીરા વિસ્તારમાં એક પરિવાર પોતાની 14 વર્ષની બાળકીનો મૃતદેહ દફનાવવા જતા પોલીસે પકડી પાડ્યો છે. આ પરિવાર ટ્રેક્ટરમાં બોડી લઈ જઈ હજીરા પોર્ટ નજીક ખુલ્લી અવાવરું જગ્યામાં દફનવિધિ માટે ગયો હતો જો કે સ્થાનિક લોકોને શંકા જતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં આ કિશોરીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.
સુરતના હજીરા ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ચંદન કહેવતની પુત્રીનું મોત મોત નીપજ્યું હતું. ત્યારે આ પરિવાર કોઈને પણ જાણ કર્યા વગર બાળકીના મૃતદેને દફનાવાની તૈયારી કરી હતી. અને તેઓ મૃતદેને ટ્રેક્ટરમાં લઈ જઈ હજીરા પોર્ટ નજીક ખુલ્લી અવાવરું જગ્યામાં નાયકો કંપનીના ગેટ નજીક લાવવા માટેની વિધિ શરૂ કરી હતી. જ્યાં કેટલાક સ્થાનિક લોકોને આ અંગે જાણ થતા અને શંકાઓ ઉભી થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.
ઘટના અંગેનો કોલ મળતા હજીરા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે ટ્રેક્ટર પણ કબજે કર્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે તેમની પુત્રી એ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અને તેઓ તેમના રીત રિવાજ પ્રમાણે દફનવિધિ કરી રહ્યા હતા. જોકે આ મામલે પોલીસને શંકા હોય પરિવારની પૂછપરછ કરી રહ્યા છે તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.