સુરતના આ સ્મશાનમાં મૃત્યુ પામેલા વ્યક્તિ માટે પરિવારના સભ્યો પોશી અગિયારસે અનુસરે છે અનોખી પરંપરા
સુરતના એક સ્મશાનમાં દર વર્ષે પોશી અગિયારસના દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યો અનોખી પરંપરા અનુસરે છે. આ પરંપરામાં મૃત્યુ પામનાર વ્યક્તિને મન ભાવતું ભોજન તેના પરિવારના સભ્યો સ્મશાનમાં ચિતાની આગળ ધરાવે છે અને તાપી નદીના કિનારે તર્પણ વિધિ કરે છે.
સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનમાં વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે કે પરિવારનું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તો પોષી એકાદશીના દિવસે આ સ્વજનના પરિવારના સભ્યો સ્મશાનમાં ચિતાની આગળ મૃત્યુ પામેલા વ્યક્તિને મનપસંદ ભોજન ધરાવે છે.
ઘણા પરિવારના લોકો તો નોનવેજ અને ઇંગલિશ દેશી દારૂ પણ સ્મશાનમાં ચિતાની આગળ ધરાવે છે. જોકે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને લોકોની આસ્થા મૃત્યુ પામેલા સ્વજન સાથે જોડાયેલી હોવાના કારણે તેઓ અલગ અલગ ભોગ ધરાવતા હોય છે. એવું કહેવાય છે કે આસ્થાના વિષયમાં કોઈ પણ પાબંધીઓ હોતી નથી અને તેના જ કારણે લોકોની આ સ્થાને ઠેસ ન પહોંચે એટલા માટે સ્મશાન ટ્રસ્ટ દ્વારા પણ લોકોને તેમના પરિવારના મૃત્યુ પામેલા સ્વજનને મન ભાવતું ભોજન પિતાની આગળ ધરાવવા દેવામાં આવે છે અને આ પરંપરા અંદાજિત સો વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલી આવે છે.
લોકોની માન્યતા એ છે કે, આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે પછી આને શ્રધ્ધા કહેવાય કે, અંધશ્રધ્ધા એ એક મોટો સવાલ છે. આમ તો દેશ પ્રગતિ કરી રહી છે એમાં પણ ગુજરાતને દેશ માં વિકાસ મોડલ તરીકે દેખવામાં આવે છે. તેવામાં ગુજરાતનું યોગદાન મહત્વનું બની જાય છે. પણ આજ રાજ્યમાં મૃતકોને તેમની મનપસંદ વસ્તુ અર્પણ કરાઈ તે કશે ને કશે અંધશ્રધ્ધાને જન્મ જરૂર આપી રહ્યા છે.