Gujarat ના આ આઠ હેરિટેજ રુટ પર દોડશે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન
Gujarat આજે દેશ અને દુનિયામાં સામાજિક, આર્થિક અને ગવર્નનન્સનું રોલ મોડેલ છે. અનાજ હોય કે પછી ઔદ્યોગિક ઉત્પાદન. સિંચાઈ હોય કે પછી સ્કીલ ડેવલપમેન્ટ, આરોગ્ય કે અર્બન ડેવલપમેન્ટ… ગ્રામ્ય આજીવિકા, આદિવાસી જનજાતિ કે પશુપાલન ગુજરાતે દરેક માપદંડમાં હરણફાળ ભરી છે.ત્યારે હરણફાળ ભરતા આ વિકાસશીલ ગુજરાતમાં હવે દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે દેશમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવેએ ગુજરાતના હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન ચલાવશે, ગુજરાતમાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન બીલીમોરા અને વઘઇ વચ્ચે દોડશે
બાપુ કી ગાડી તરીકે જાણીતી બીલીમોરાથી થી વઘઈ જતી નેરોગેજ ટ્રેન દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગના આદિવાસી લોકો માટે જીવાદોરી સમાન રહી છે. આ ટ્રેક પર હવે હાઇડ્રોજન ફોર હેરિટેજ’પ્રોજેક્ટ હેઠળ દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન દોડશે. રેલવે મંત્રી અયાની વૈષ્ણવે દેશમાં ટુંક સમયમાં હાઇડ્રોજન ટ્રેન દોડતી કરવાની જાહેરાત કરી છે. ડિસેમ્બર ૨૦૨૩થી દેશમાં હાઇડ્રોજન ટ્રેનો દોડવાનું શરૂ થશે. તે પ્રથમ ૮ હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે
રેલવેએ જણાવ્યું કે આ અંગે ટ્રેનોના એન્જિન અને કોચમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. કોચમાં પ્રોપલ્શન યુનિટ પણ લગાવવામાં આવશે. આ સાથે તેમાં વિસ્ટાડોમ કોચ પણ લગાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ૨ વર્ષમાં, દેશમાં સંપૂર્ણપણે હાઇડ્રોજન ટ્રેનો શરૂ થશે ,મહત્વનું છે કે રેલવે ઘણા વર્ષોથી ગ્રીન ફૂયુંુ લ ના રૂપમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યુ છે. જેમાં હાઇડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવી રહ્યા છે. હાઇડ્રોજનફયૂલથી ચાલનારા ઐલિફન દેખાશે તો સ્ટીમ એન્જિન જેવો જ અને તેમની ડિઝાઇન પણ એવી જ હશે પરંતુ તેને ચલાવવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરાશે.
વઇ બીલીમોરા વચ્ચે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆતની જાહેરાત કરાતાં વધઇના સ્થાનિક લોકો અને વેપારી એસોસિએશને આ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો વધુમાં વેપારી એસોસિએશનન સહિત સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ટેન સ્થાનિક શો અને રોજગારી માટે મુસાફરી કરતાં લોકો અને પ્રવાસીઓ માટે સાનુકુળ હેશે અને સ્થાનિક આદિવાસી સમુદાય, સ્થાનિક લોકો અને પ્રવાસીઓને આ ટ્રેનનો લાભ મળશે બીલીમોરા વઘઇ વચ્ચે આ સ્પેશ્યલ દેશની પહેલી ટ્રેન ગુજરાતના બીલીમોરા થી વધઇ હેરીટેજ ટ્રેન શરૂ કરાશે અને નવા અપડેટ સાથે જોવા મળશે જેને લઇને ડાંગ જિલ્લાના વેપારી સહિત સ્થાનિક લોકોને ખુબ આનંદ થઇ રહ્યો છે.