Surat:દુબઈથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

0

સંભવિત કોરોનાની દહેશત વચ્ચે આરોગ્યતંત્ર કામે લાગ્યું છે અને બહારથી આવતા લોકોની હિસ્ટ્રી અને ટેસ્ટીંગની કામગીરી પર ભાર આપવામાં આવ્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં પેસેન્જરોનું ટેસ્ટિંગ કરતાં રાંદેરના એક યુવકનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે સુરત આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું અને યુવકને આઇસોલેશનમાં રાખી તે ના પરિવારના તમામ સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કહેરને પગલે આરોગ્ય તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ટેસ્ટિંગ અને ડ્રેસિંગ ની કામગીરી શરૂ કરી છે જેને પગલેઇ ન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરી કરીને આવનાર પેસેન્જરોનું ટેસ્ટિંગ કરવાની રાજ્ય સરકારની સુચનાને પગલે મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગે રવિવારે મધરાત્રે સુરત એરપોર્ટ ઉપર આવેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી ઉતરેલાંચારેક મુસાફરોનું ટેસ્ટિંગ કર્યું હતું જે પૈકી રાંદેરનાં ૨૫ વર્ષનાં યુવાનનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાન દુબઇમાં ૩૦ દિવસ રોકાણ કરીને સુરત આવ્યો હતો અને તેનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેનાં સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે ગાંધીનગર સ્થિત જી.બી.આર.સી. ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાનું આરોગ્ય સત્તાધીશોએ જણાવ્યું હતું.

દુબઈથી આવેલા યુવકનો કોરોના પોઝિટિવ યુવાનનાં કુટુંબનાં ચાર સભ્યોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જો કે, તેમનાં રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. યુવાન સાથે ફલાઇટમાં આસપાસમાં બેઠેલાં પેસેન્જરોની વિગતો આરોગ્ય અધિકારીઓ મેળવી રહ્યાં છે અને તે તમામનાં ટેસ્ટિંગ કરવામાં આવશે. રાંદેરનાં યુવાને જુન-૨૦૨૧ અને સપ્ટેમ્બર૨૦૨૧માં વેક્સિનનાં બે ડોઝ લીધા હતાં તેમ છતાં તેનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *