Surat: મુસાફરો ભરેલી બસમાં લાગી આગ: લોકોના જીવ તાળવે ચોંટયા

0

 • બસ મા 19 જેટલા લોકો સવાર હતા

 • બસ મા ધુમાડા નિકળતાજ ડ્રાયવરે બસમાં હાજર લોકોને ઉતારી મુક્યા

 • સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ

સુરતમાં ફરી એકવાર પેસેન્જર ભરેલી બસમાં આગ લાગતા ભાગ-દોડ મચી જવા પામી હતી. સુરતના ઈચ્છાપોર થી પાલ તરફ આવી રહેલી બસમાં આગ લાગવાને કારણે ફાયર વિભાગ નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગી એ સમયે બસમાં બે મહિલા અને બાળકો સહિત 19 વ્યક્તિઓ હાજર હતા. જોકે સમયસર તમામ લોકો ને ઉતારી દેવામાં આવતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની કે ઇજનો બનાવ બન્યો નથી.

 

સુરતના ઈચ્છાપુર થી અડાજણ તરફ આવી રહેલી જીવન યાત્રા ટ્રાવેલ્સમાં 19 જેટલા પેસેન્જર સવાર હતાં. ત્યારે ચાલતી બસમાં અચાનક ધુમાડા દેખાતા ડ્રાઇવરે સૂઝબુજ સાથે સમયસર તમામ લોકોને બસમાંથી ઉતારી દીધા હતા. અને જો જોતામા બસમાં આગ લાગી જવા પામી હતી અને આગ આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી. બસમાં આગ લાગતા જ સ્થાનિક વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અડાજણ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.ફાયરના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો જ મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. આગ કયા કારણોસર લાગે તેનું ચોક્કસ કારણ તો જાણવા મળ્યું નથી પરંતુ ફાયર અધિકારીના જણાવ્યા મુજબ હાલ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બસમાં આગ લાગી તે સમયે 19 જેટલા લોકો બસમાં સવાર હતા જોકે ડ્રાઇવરે સમયસર તમામ લોકોને ઉતારી દઈ બસને સાઈડ કરતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને સદનસીબે ઘટનામાં કોઈપણ જાનહાની કે ઇજનો બનાવો બન્યો હતો

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *