Surat કીમ સ્ટેશન વચ્ચે ઓવરબ્રિજની કામગીરી શરૂ, જાણો લોકો ક્યાં વૈકલ્પિક માર્ગ પરથી જઈ શકશે
સુરતના સાયણ કીમ સ્ટેશન વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.154 ખાતે ઓવરબ્રીજની કામગીરીને ધ્યાને લઈ સુરત જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલાએ વાહન વ્યવહાર અટકાવ્યો છે. જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામા દ્વારા વાહનવ્યવહાર તથા લોકોની અવરજવર માટે રસ્તાને બંધ કર્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓલપાડ, કીમ તથા આજુબાજુથી આવતા-જતા વાહનોને સાયણથી શેખપુર જવા માટે સાયણ કારેલી મૂળદ રોડ પરથી કારેલી કુડસદ રોડ થઈ એલ.સી 156 પરથી શેખપુર કુડસદ રોડ પર અને સાયણ ચોકડી થઇ ઓલપાડ સાયણ રોડ (રાજ્ય ધોરી માર્ગ નં-167) પર આવેલ સાયણ-વેલંજા શેખપુર રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે.
તેમજ શેખપુરથી આવતા જતા વાહનોને કારેલી જવા માટે શેખપુર-વેલંજા સાયણ રૂટ પરથી સાયણ કઠોર રોડ (રાજ્ય ધોરી માર્ગ નં-167) પર સાયણ ચોકડી થઈ સાચા કારેલી મુળ રોડ પરથી કારેલી તથા શેખપુર કુડસદ રોડ થઈ એલ સી ૧૫૬ પરથી કારેલી મુળદ રોડ રૂટ પર બન્ને તરફ ટ્રાફિક જઇ શકશે. આ જાહેરનામું તા.31/03/2023 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.