સુરતનો વિજય માલ્યા : બેન્કમાંથી 100 કરોડની લોન લઈને ભાગી ગયો વિદેશ
દેશમાં બેંક લોન (Bank Loan) સંબંધિત છેતરપિંડીની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવો જ એક કિસ્સો સુરતના એક કપલનો સામે આવ્યો છે. સુરતની ફ્રેશ વોટર કંપનીના ડાયરેક્ટરે બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હોવાનું કહેવાય છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ઉક્ત બિઝનેસમેન અન્ય લોકોના પણ પૈસા લઈને વિદેશ ભાગી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતની હાઈટેક સ્વીટ વોટર કંપનીના ડાયરેક્ટર વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી કરોડોની લોન લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત શહેરના અન્ય મોટા ઉદ્યોગપતિઓ પણ છેતરપિંડી કરી વિદેશ જતા રહ્યા હોવાની ચર્ચા છે.
છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે અમને વિજય શાહની છેતરપિંડીના ઘણા પુરાવા મળ્યા છે. આ સમગ્ર કૌભાંડ અંગે તેમણે ગાંધીનગર સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આ ફરિયાદ વધુ તપાસ માટે સુરત આર્થિક ગુના શાખાને મોકલી આપવામાં આવી હતી. જેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.