Surat : વેડરોડમાં જુના ઝઘડાની અદાવતમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ
હેમંતે તેનો બદલો લેવા માટે રાત્રે હિતેશ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે તેમાં હિતેશને ગોળી વાગી ન હતી. પોલીસે હિતેશ સોલંકીની ફરિયાદને આધારે હેમંત માળી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના (Surat )વેડરોડ પર આવેલ લક્ષ્મીનારાયણ નગર પાસે ગતરોજ યુવાન તેના મિત્ર સાથે ચા(Tea ) પીવા માટે ગયો હતો. બંને મિત્રો ચા પીને પરત ઘરે જવા નીકળ્યા હતા ત્યારે અન્ય એક બાઈક પર બે ઈસમો આવ્યા હતા. જેઓએ તેમની પાસેની રિવોલ્વર કાઢી યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેથી યુવકે બંનેનો પ્રતિકાર કરતા બંને હથિયાર અને બાઈક બંને મૂકીને ભાગી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ચોકબજાર પીઆઇ સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે આ બનાવમાં યુવકને એકપણ ગોળી ન વાગતા તે બચી ગયો હતો.
બનાવની વિગત એવી છે કે વેડરોડ ત્રિલોક સોસાયટીમાં રહેતા હિતેશ અરવિંદ સોલકી (ઉ.વ.23) ગઈકાલે રાત્રે પોણા બારેક વાગ્યેતેના મિત્ર સાથે ચા પી ને બાઈક ઉપ૨ ઘરે જઈ રહ્યો હતો. આ સમયે લક્ષ્મીનગર સોસાયટી પાસે હિતેશ ઉપર બાઈક પર આવેલા આસ્તીક શ્યામ વરે અને હેમંત અરૂણ માળીએ ચાલુ બાઈક ઉપર ફાયરિંગ કર્યું હતું. જોકે હિતેશને ગોળી વાગી ન હતી.
હિતેશએ આરોપીઓનો પીછો કરતા લક્ષ્મીનગરથી થોડા આગળ જતા ત્રિભોવન સોસાયટી પાસે ફરીથી હેમંતએ ફાયરિંગ કર્યું હતું. જોકે હિતેશએ બંને જણાને ઝડપી પાડ્યા બાદ ઝપાઝપી થતા આરોપીઓ બાઈક અને હથિયાર ફેકીને ભાગી ગયા હતા. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ છ મહિના પહેલા આરોપી હેમંતએ હિતેશને મોબાઈલ ચોરી કર્યો હતો. જે વખતે હિતેશએ તેને પકડી પાડી મારમાર્યો હતો. જેતે વખતે બંનેમાંથી કોઈપણ પોલીસમાં ફરિયાદ નોધાવી ન હતી.
પરંતુ હેમંતે તેનો બદલો લેવા માટે રાત્રે હિતેશ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે તેમાં હિતેશને ગોળી વાગી ન હતી. પોલીસે હિતેશ સોલંકીની ફરિયાદને આધારે હેમંત માળી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.