Surat:સ્માર્ટ શહેરમાં કામચલાઉ કામગીરીને પગલે કાર ખાડામા ફસાઈ

0

સ્માર્ટ સુરતના રસ્તાઓ ચોમાસા દરમિયાન મનપા તંત્રની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પાડી દેતા હોય છે. વરસાદ પડતા જ શહેરના રસ્તાઓ ધોવાઈ જતા હોય છે તો કેટલીક જગ્યાએ ખાડાઓ અને ભુવાઓ પડી જતા હોય છે. જ્યાં આખરે હાલાકી તો શહેરીજનો એ જ ભોગવી પડતી હોય છે.ત્યારે ફરીવાર સુરત શહેરમાં બે દિવસ અગાઉ જ પાલનપુર જકાતનાકા થી એલપી સવાણી રોડ તરફ જતા મુખ્ય રોડ પર એક મસ મોટો ભૂવો પડ્યો હતો. આ ભુવો એટલો મોટો હતો કે રસ્તા પરથી પસાર થતા વાહનો તેમાં પડી જાય તેવી શક્યતા હતી ત્યારે મનપા તંત્ર દ્વારા બેરીકેટ લગાવી કામ ચલાવ કામ કર્યું હોય ફરી વાર એ જ જગ્યાએ આજરોજ એક ફોર વ્હીલ ફસાઈ ગઈ હતી.

 

વરસાદ પડવાને કારણે શહેરના રસ્તા ઉપર ખાડા અને ભુવા પડવાના દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે. ત્યારે પાલનપુર એલપી સવાણી વિસ્તારના મુખ્ય માર્ગ પર જ મોટો ભુવો પડતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. જેની જાણ મનપા તંત્રને કરવામાં આવતા મનપા દ્વારા રસ્તા પર કામચલાઉ ધોરણે કામગીરી કરવામાં આવી હોઈ તેવી ઘટના સામે આવી છે. કારણકે કામચલાઉ રસ્તામાં ખાડો પડી જતાં આજ રોજ ફોર વ્હીલનું વ્હીલ રોડના આ ખાડામાં ફસાઈ ગયું હતું. તો બીજી બાજુ મુખ્ય માર્ગ પર આ પ્રકારની ઘટના બનતા અહી ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી.

ઘટના ને પગલે ગાડીને ખાડાની બહાર કાઢવા ક્રેન બોલાવવી પડે એવી પરિસ્થિતિ ઉદભવે હતી.પણ અહી સવાલ એ ઊભો થાય છે કે બે દિવસ અગાઉ પડેલા આ ભુવાની રેઢિયાળ કામગીરીને કારણે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?

સુરત શહેરમાં ચોમાસા દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ જવાઈ જતા હોય છે અને ખાડા તેમજ ભુવા પડવાના કિસ્સાઓ સતત સામે આવતાં હોઈ છે. જેને પગલે  શાસકો ઉપર સ્થાનિક લોકો અને વિપક્ષ દ્વારા અવારનવાર આકરા પ્રહારો પણ કરવામાં આવતા હોય છે  જોકે આ વરસાદે સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરો સાથે દાખવેલ નરમ વલણ  કારણે અનેક પ્રશ્નો મનપા તંત્રની કામગીરી સામે પણ ઊભા થઈ રહ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *