Surat:૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં નિઃશૂલ્ક રજિસ્ટ્રેશન શરુ

0

૩૬મી નેશનલ ગેમ્સના સુરત મનપા તંત્રની તડામાર તૈયારી: મનપાની વેબસાઇટ પર નેશનલ ગેમ્સની સ્પર્ધાઓમાં હાજરી માટે નિઃશૂલ્ક રજિસ્ટ્રેશન શરુ કરાયુ

ગુજરાતમાં પ્રથમ વખત આગામી ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે.જે ને લઈ મનપા કિંમશનર પાનીએ જણાવ્યું કે, નેશનલ સ્પર્ધા અંતર્ગત સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત થનારી ટેબલ ટેનિસ, બેડમિન્ટન સ્પર્ધા તથા ડુમસ ખાતે બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ સ્પર્ધામાં શહેરીજનો વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકે તે માટે મહેસૂલ રજિસ્ટ્રેશન મનપાની વેબસાઇટ પર શરુ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન બાદ જ સ્પર્ધા સ્થળે પ્રવેશ આપવામાં આવશે.

નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત ખાતે બે ઇન્ડોર અને બે આઉટડોર ગેમ્સની સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યા છે. આ સ્પર્ધા પૂર્વે શહેરમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા અંગેનો માહોલ બનાવવા માટે મનપા તથા જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ કાર્યક્રમોના આયોજન ૧૮ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવી રહ્યા છે. પ્રભારી અને જીઆઇડીસીના એમડી એમ. થેન્નારાસન દ્વારા સ્થાનિક પ્રશાસન જિલ્લાન દ્વારા થઇ રહેલ કામગીરી તૈયારીનું મોનિટરિંગ સતત ક૨વામાં આવી રહ્યું છે.

 • ૧૫-૧૬ સપ્ટેમ્બરે શહેરની શાળાઓમાં ગામઠી રમતોનું આયોજન

૩૬મી નેશનલ ગેમ્સ સ્પર્ધાના ભાગરૂપે સુરત મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરની વિવિધ સંસ્થાઓના જવાબદાર પ્રતિયોગીઓ સાથે બેઠકોનો દોર શરુ કરાયો છે અને આ ઇવેન્ટમાં સહભાગી થવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આગામી ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે મનપા સંચાલિત શાળાઓ, ખાનગી શાળાઓમાં ગીલ્લી-ડંડા, ખોખો, કબડ્ડી, સંતાકૂકડી સહિતની વિવિધ ગામઠી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન જી. ડી.ગોયન્કા સ્કૂલ-આઇકોનિક રોડ ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૬.૩૦ થી ૯.૦૦ કલાક અને સાંજે ૪.૦૦ થી રાત્રે ૧૧.૦૦ કલાક દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *