Surat: પીપલોદ વિસ્તારમાં ચાલુ કારમા લાગી ભયાનક આગ,શું થયું હશે કાર ચાલકનું?

0

 • સળગતી કારનો વીડિયો થયો વાયરલ.

 

સુરતમાં હાલ એક સળગતી કાર નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે રોડ પરથી પસાર થઈ રહેલી કારમાં એકાએક આગ લાગી જવા પામે છે અને ધીરે ધીરે આખી કાર આગની ઝપેટમાં આવી જાય છે. કારમાં આગ લાગતા અહીંથી પસાર થતા લોકોએ આ વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો જે ગણતરીના સમયમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી જતા અફરાત અફી મચી ગઈ હતી. ચાલુ કાલે આગ લાગી જતા કારચાલક સમય સૂચકતા દાખવી બહાર નીકળી ગયો હતો અને જો જોતામાં આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ કર્યા હતા.

હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા રેસીડેન્ટ ડોક્ટર અને હાલ વડોદરા ખાતે શિફ્ટ થયેલા ડોક્ટર સુરત આવ્યા હતા અને વેલેન્ટાઇન સિનેમા ખાતે મુવી જોઈ પરત ફરી રહ્યા હતા તે વખતે એકાએક તેમની હોન્ડા સિટી કારમાં આગ લાગી જવા પામી હતી જો કે ડોક્ટરે પોતાની કારને સાઈડમાં કરી સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ જો જોતા માં આખે આખી કાર આગમાં સ્વાહા થઈ ગઈ હતી ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના કાફલા એ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં સદનસીબે કોઈ જાન હાની કે ઈજાની બનાવ બન્યો ન હતો. જોકે આ આ કયા કારણોસર લાગી તે જાણી શક્યું નથી

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *