Surat: ગુનાખોરીના વધતા ગ્રાફ વચ્ચે પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ,50 થી વધુ લોકો સામે અટકાયતી પગલાં
સુરત (Surat police) શહેરમાં ગુનાખોરી નો ગ્રાફ સતત વધી રહ્યો છે. જેને પગલે પોલીસ કમિશનરના આદેશ અનુસાર શહેરના અલગ અલગ ઝોનમાં પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરી ગુનાહિત પ્રવૃત્તિ પર રોક લગાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગતરોજ સુરત સચિન જીઆઇડીસી વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસે પુરાવા વગરના વાહનો, તડીપાર કરાયેલા આરોપીઓ અને હથિયારો કબજે કર્યા હતા. આ સાથે જ આ અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને પણ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ, મોબાઇલસ સ્નેચિંગ, મિલકત સંબધી તેમજ શરીર સંબધી ગુનાઓ અટકાવવા પોલીસ કમિશનરના આદેશ અનુસાર કોંબિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન 1 એસીપી, 1 પીઆઇ, 2 પીએસઆઇ અને 40 થી વધુ પોલીસ કર્મચારીઓ કોબીગમાં જોડાયા હતા, અને જીઆઇડીસી માં આવેલ અલગ અલગ સોસાયટી ઝૂંપડપટ્ટી તેમજ નાકા પોઈન્ટ પર પોલીસની ટીમે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી હતી.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન પોલીસે સચિન વિસ્તારમાં ઝરી ચોરીના મોટા કેસમાં રૂ28 કરોડની લેતી દેતી માં અપહરણનો વોન્ટેડ મુખ્ય આરોપી મુસ્તાક ઇસાક નામના ઇસમને ઝડપી પાડયો હતો.સાથે જ ભૂતકાળમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા 50 થી 60 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા લીધા હતા.તો તડીપારનો ભંગ કરનાર ૨ આરોપી પણ ઝડપાયા હતા.અને નંબર પ્લેટ અને પુરાવા વગર ની 105 બાઇકો કબ્જે કરી હતી આસાથે 11 જેટલા છરા, ચપ્પુ, હથિયાર કબ્જે કર્યા હતા.