સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કહ્યું ભારત@100 ને ધ્યાનમાં રાખી દેશને વિકસિત બનાવાશે
રેલવે(Railway) અને ટેક્ષટાઇલ્સ(Textiles) રાજ્યકક્ષાના દર્શના જરદોશએ બજેટને (Budget) આવકારતા જણાવ્યું કે આજનું બજેટ વિશેષ કરીને મધ્યમ વર્ગના વ્યક્તિને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશના વિકાસને અમૃતકાળના સમયથી આગળનું વિઝન રાખીને ભારત@100 ના પડકારોને પહોંચી વળવા માટેનું છે. દેશની 50 ટકા આબાદી મહિલાઓ માટે સન્માન બચતપત્ર દ્વારા યોજના દ્વારા 2 લાખ રૂપિયાની બચત ઉપર વાર્ષિક 7.5 ટકા વ્યાજની જાહેરાત કરી છે. જેના દ્વારા દેશના સૌથી મોટા બચત કરવાવાળા અંગ મહિલા શક્તિને પોતના ભવિષ્ય માટે સુરક્ષિતતા આપશે.
સાથે સાથે તેમણે જણાવ્યું કે દેશની પાયાની વ્યવસ્થા રેલવે માટે અત્યાર સુધીની વધારેમાં વધારે 2.40 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપીને યાતાયાત ક્ષેત્ર કેન્દ્ર સરકાર કઇ દિશામાં વિચારી રહી છે એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ રકમ ને કારણે દેશના સામાન્ય માં સામાન્ય વ્યક્તિની પ્રવાસની સુવિધા વધવા સાથે વિશેષ કરીને દેશના પૂર્વોત્તર રાજ્યોથી લઇને સમગ્ર દેશના નાનામાં નાના સ્થાનોને પણ રેલવે માળખાની સુવિધા મળવા સાથે સામાન પહોંચવાને કારણે વ્યાપાર અને વિકાસનો લાભ મળશે. સમગ્રવર્ષ દરમ્યાન ૬૦૦ કિમી જેવા નવી રેલ લાઇનોનું નિર્માણ, 150 કિમી જેટલા ગેજ પરિવર્તન, 2800 કિમી જેટલી રેલ લાઇનોનું ડબલિકરણ, 4800 જેટલા કિમી ની લાઇનોનું નવીનીકરણ, 6500 કિમીનું વીજળીકરણ, 100 જેટલા ડીઝલ એન્જિનોનું ઉત્પાદન, 1290 જેટલા ઇલેક્ટ્રીક એર્લિફ્રનોનું ઉત્પાદન, 7000 જેટલા દબાઓનું ઉત્પાદન તેમજ 26000 જેટલાઁ ગૂડ્ઝ બોગીનું ઉત્પાદન કરી રેલવેના વિકાસ સાથે સાથે ભારતના વિકાસમાં પણ રેલવે અગ્રણી ભૂમિકા ભજવશે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ટેક્ષટાઇલ્સ ક્ષેત્રે મોટા શહેરોમાં યુનિટી મોલ ચાલુ કરવાની યોજના જાહેર કરી છે. જ્યાં વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ, જીઆઇ પ્રોડક્ટ, તેમજ હેન્ડીક્રાફટ પ્રોડક્ટ વેચવામાં આવશે જેને કારણે નાના નાના હેન્ડીક્રાફટ અને શિલ્પ કારીગરોને બજાર મળવાને કારણે લાભ થશે. આજે જ્યારે યુવાનો સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડ અપ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે ત્યારે યુવાનો માટેની વિવિધ યોજનાઓ તેમજ કૌશલ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરીને નોકરી કરવાને બદલે યુવાન નોકરી સર્જન કરતો થાય એને માટે પ્રોત્સાહિત થાય એ માટે અનેક પગલાઓ જાહેર કરાયા છે. ભવિષ્યનું યુવા ધન રોજગાર ક્ષેત્રે કાર્યરત થશે. માટે ૪૭ લાખ યુવાનોને એપ્રિહિટસશીપ યોજના જાહેર કરી જે ભવિષના ભારતને બદલવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.