સુરતની સ્માર્ટ કોર્પોરેશન હવે બનશે પેપરલેસ ! અધિકારીઓની ડિજિટલ સિગ્નેચરની ખરાઇની કાર્યવાહી શરૂ

0
Surat's Smart Corporation will now become paperless!

Surat's Smart Corporation will now become paperless!

ઇ-સરકાર સિસ્ટમ (System) થકી સુરત મનપા(SMC) દ્વારા સમગ્ર વહીવટ તબક્કાવાર પેપરલેસ (Paperless) કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે. મનપાના ઉચ્ચ અધિકારીઓની ડિજિટલ સિગ્નેચરની ખરાઈ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આગામી નજીકના વર્ષોમાં પેપરલેસ વહીવટના ભાગરૂપે તમામ તબક્કાની ફાઇલો હાલ ટેબલ-ટુ-ટેબલ ફરે છે તેના બદલે ડિજિટલી મુવઓન થશે. અધિકારીઓની ડિજિટલ સિગ્નેચરની ખરાઈ બાદ આગામી સમયમાં ફક્ત ઓનલાઇન ફાઇલ મુવમેન્ટ સિસ્ટમ શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે.

ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ માટે મનપાના ડ્રાફટ બજેટમાં આયોજન કરાયા છે. જેના ભાગરૂપે આગામી વર્ષોમાં મનપાનું સંપૂર્ણ વહીવટ ફાઇલોના બદલે ઓનલાઇન કરવામાં આવી શકે છે. હાલ શહેરમાં ઠેર ઠેર પ્રાથમિક સુવિધાના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. ડ્રેનેજ, પાણીની લાઇનોના ઓગમેન્ટેશન કામગીરી વગેરેને કારણે તંત્ર સમક્ષ ઘણી વખત રસ્તાઓ બંધ કરવાની, ડાયવર્ઝન આપવાની અનિવાર્યતા ઉભી થાય છે. તંત્ર દ્વારા જાહેર પ્રચાર માધ્યમોથી આ અંગે નગરજનોને અવગત કરાવવામાં આવે છે પરંતુ આ વર્ચ્યુઅલ અને ડિજિટલ ઇન્ડિયાના સમયમાં હવે મનપા દ્વારા ગુગલ સાથે ટાઇ-અપ કરી ગુગલ મેપ પર રૂટ ક્લોઝર/ડાયવર્ઝન, વૈકલ્પિક રૂટની માહિતી, પે એન્ડ પાર્કના લોકેશનો, ઇવી ચાર્જિંગ સ્ટેશનના લોકેશનોની માહિતી નગરજનોને પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એટલું જ નહીં મનપાની વિવિધ સર્વિસો અંગે નગરજનો તરફથી આવતી ફરિયાદોનું વોટસએપના માધ્યમથી એટોમેટેડ કમ્પ્લેઇન મેનેજમેન્ટ રજિસ્ટ્રેશન અને કમ્પ્લેઇન ટ્રેકિંગ સિસ્ટમ ઉભી કરવાનું પણ આગામી વર્ષથી આયોજન કરાયું છે. હાલ મનપાના વિવિધ વેરાઓ ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે પરંતુ હવે નવી આકારણી, ફેર આકારણી, નામ ફેર, ભાડૂત કમી/દાખલ વગેરે આકારણીને લગતી કામગીરી માટે પણ લોકોએ લંબાવવું પડશે નહીં. મનપા દ્વારા ઇલેક્ટ્રોનીક સર્વિસ ડિલીવરી શરૂ કરી ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમમાં આ કામગીરી પણ આમ જ કરવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *