Surat: કામરેજના અંત્રોલી નજીક અકસ્માતમાં દંપતી સહિત ચારના મોત

0

સુરતના કામરેજ નજીક આવેલ અંત્રોલી ગામ પાસે ગતરાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી.એક પિકઅપ ટેમ્પા ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવી દેતા બે બાઈક ચાલકોને અડફેટ લીધા હતા ત્યારે આ અકસ્માતમાં બાઈક પર સવાર એક દંપતી સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના પુણાગામ ખાતે રહેતા 23 વર્ષીય ધ્રુમિલ કુમાર કથરિયા એ પુણાગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે રવિવારની રજા હોઈ તેઓ તેમના મિત્ર મિલીન કથરિયા,પૃથ્વી ભડીયાદરા,બીરેન કથરિયા, વિપુલ ગોહિલ અને તેમના પત્ની ગીતાબેન ગોહિલ સાથે અલગ અલગ મોટર સાયકલ પર લીંડીયાત ખાતે આવેલ ફાર્મ હાઉસ પર ગયા હતા. અને રાત્રે તેઓ પરત આવી રહ્યા હતા તે દરમ્યાન કામરેજના અંત્રોલી ગામ પાસે એક પીકઅપ ચાલક એસ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પીકપ ટેમ્પો ડિવાઇડર કુદાવી સામેના ટ્રેક પર આવી ગયો હતો.અને બે બાઈક સવાર અને એક રાહદારીને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનાને લઇ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને પીકઅપ વાનમાં ફસાયેલા ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિને લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.તો બીજી તરફ આ અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત દંપતી વિપુલ દાનસંગભાઈ ગોહિલ અને ગીતાબેન સહિત અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં અન્ય ત્રણ વ્યક્તિઓના ટૂંકી સારવારને અંતે મોત નીપજ્યા છે. ઘટનાને પગલે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *