Surat: સૈયદપુરામા મકાનનો ભાગ બેસી જતા સાસુ વહુ કાટમાળમા દબાયા
સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક જર્જરીત મકાનનો પહેલા માળનો રસોડાનો ભાગ અચાનક બેસી જતા દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર સાસુ વહુ પહેલા મારેથી નીચે પટકાયા હતા.અને કાટમાળ વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો,અને કાટમાળમાં ફસાયેલા બંને મહિલાઓને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
સુરતના સૈયદપુરા ચમેલી મસ્જિદ પાસે સોસા મોહલ્લામાં ઉત્તમભાઈ વિશ્રામ રાઠોડનું મકાન આવેલું છે. જે જર્જરીત હાલતમાં હોયવિવારે રાત્રે આ મકાનનો રસોડાનો ભાગ અચાનક ધરાશાય થતા અફરાતફરી મચી જવા પામી હતી. આ સમયે ઘરમાં હાજર છ સભ્યો પૈકી ઉત્તમભાઈ રાઠોડના 54 વર્ષીય પત્ની ગંગાબેન રાઠોડ, અને પુત્રવધુ 28 વર્ષે હેમુ રમેશભાઈ રાઠોડ, ધડાકાભેર પહેલા માળેથી મકાનના ભાગ સાથે નીચે પટકાયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી અને લોકો એકઠા થઈ ગયા હતા.
મકાનના રસોડાનો ભાગ ધરાશાઇ થતાં પહેલા માળેથી કાટમાળ સાથે નીચે પટકાયેલા સાસુ વહુ કાટમાળમાં દબાઈ ગયા હતા. જેને પગલે પરિવાર અને સ્થાનિક લોકોની મદદથી બંને સાસુ વહુને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે ફાર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાટમાળ ખસેડ્યો હતો.