Surat : એડવોકેટ મેહુલ બોઘરા પર ચાલુ ફેસબુક લાઈવમાં જ જીવલેણ હુમલો

0

અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલ(Mehul Boghra ) બોઘરા દ્વારા આ પહેલા પણ ટ્રાફિક પોલીસ, પોલીસ જવાનો કે તંત્ર દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની પોલ અસંખ્ય વખત ખોલવામાં આવી છે

Surat: Fatal attack on Advocate Mehul Boghra in ongoing Facebook Live

Surat: Fatal attack on Advocate Mehul Boghra in ongoing Facebook Live

અવારનવાર પોતાના ફેસબુક (Facebook )લાઈવ, વિડીયો કે પોસ્ટ(Post ) દ્વારા પોલીસની અને તંત્રની પોલ (Advocate )એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા ઉઘાડી પાડવામાં આવી છે. જોકે આજે તેમના પર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આજે સુરતના સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણા બાબતે એડવોકેટ મેહુલ બોઘરા ફેસબુક લાઈવ કરવા પહોંચ્યા હતા., ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો, અને હુમલાની આખી આ ઘટના ફેસબુક લાઈવમાં જ કેદ થઇ છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે એડવોકેટ મેહુલ બોઘરાને આજે સરથાણા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાણા થઇ રહ્યા હોવાની માહિતી મળી હતી. અને આદત પ્રમાણે તેઓ આજે આ ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે મોઢા પર રૂમાલ બાંધીને ત્યાં પહોંચ્યા હતા. જે ફેસબુક લાઈવમાં જોઈ શકાય છે. તે સમયે આ ઉઘરાણું ચાલી રહ્યું હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

મેહુલ બોઘરા દ્વારા આ સમગ્ર ઘટનાનું લાઈવ સોશિયલ મીડિયા ફેસબુક પર ચાલુ કરવામાં આવ્યું હતું. તેમનું ફેસબુક લાઈવ માંડ એક બે મિનિટ ચાલ્યું હશે. આ લાઈવની જાણકારી થયા બાદ રીક્ષા પાસે જઈને એક શખ્સ દ્વારા ડંડો કાઢીને મેહુલ બોઘરા પર રીતસરનો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પણ ફેસબુક માં લાઈવ ગઈ હતી. અને જોતજોતામાં મેહુલ બોઘરા આ હુમલામાં લોહી લુહાણ થઇ ગયા હતા. જેનો વિડીયો તમે આ ફેસબુક લાઈવમાં જોઈ શકો છો.

જોકે તેમણે આ હાલતમાં પણ તેમણે ફેસબુક લાઈવ ચાલુ રાખ્યું હતું. તેમના મિત્રો દ્વારા  તેમને બાઈક પર બેસાડવામાં આવ્યા હતા, 108 એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વીડિયોના અંતમાં તેઓ એવું પણ જણાવે છે કે આ બાબતે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા સરથાણા પોલીસમાં જઈ રહ્યા છે. સરથાણા વિસ્તારમાં પોલીસની હાજરીમાં જ આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટના માટે તેઓને પોલીસ પાસે ન્યાયની કોઈ અપેક્ષા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલ બોઘરા દ્વારા આ પહેલા પણ ટ્રાફિક પોલીસ, પોલીસ જવાનો કે તંત્ર દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની પોલ અસંખ્ય વખત ખોલવામાં આવી છે. જોકે એની અદાવત રાખીને કે પોતાની ચામડી બચાવવા માટે પોલીસના જવાનો દ્વારા કે તેમના મળતીયાઓ દ્વારા આજે તેમના પર આ જીવલેણ હુમલો કરાયો હોય એવું ચર્ચાઈ રહ્યું છે. મેહુલ બોઘરા ના આ ફેસબુક લાઈવને અત્યારસુધી હજારો લોકો જોઈ ચુક્યા છે. અને તેમની તરફેણમાં સોશિયલ મીડિયામાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. અને પોલીસ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યા છે..

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *