આવો હશે સુરત-ચેન્નાઇ એક્સપ્રેસ વે, ફક્ત 12 કલાકમાં કાપી શકાશે અંતર : PM કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુરુવારે કર્ણાટક (Karnatak) અને મહારાષ્ટ્રની (Maharashtra) મુલાકાત લેશે. પીએમ બંને રાજ્યોને હજારો કરોડની ભેટ આપશે. કર્ણાટકમાં વડાપ્રધાન મોદી 10,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રમાં વડા પ્રધાન રૂ. 38,800 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.
Working towards the vision of ‘Ek Bharat Shreshtha Bharat’.
The Surat – Chennai Expressway will herald prosperity not only for Surat and Chennai but will also enhance development of tier 2 & 3 cities by connecting them with business hubs of India. https://t.co/OA0ExrmfJj
— Darshana Jardosh (@DarshanaJardosh) January 18, 2023
સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વે
વડાપ્રધાન કર્ણાટકમાં સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વેના બે વિભાગનો શિલાન્યાસ કરશે. NH-150 C ના 65.5 KM વિભાગનો શિલાન્યાસ કરવામાં આવશે. 6-લેન ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે. તેની કિંમત લગભગ 2000 કરોડ રૂપિયા હશે. તે જ સમયે, વડાપ્રધાન મોદી NH-150 C ના 71 KM સેક્શનનો શિલાન્યાસ કરશે. આ 6-લેન ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ પણ સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે. તેની કિંમત 2100 કરોડ જણાવવામાં આવી છે.
ભારતમાલા યોજના હેઠળ , કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ‘સુરતથી ચેન્નાઈ ગ્રીન કોરિડોર એક્સપ્રેસવે’નું નિર્માણ કરવામાં આવશે. સુરત-નાસિક-અમદનગર-સોલાપુર-હૈદરાબાદ થઈને સીધા ચેન્નાઈ જવાનું શક્ય બનશે. નવા હાઈવે ‘સુરતથી ચેન્નાઈ ગ્રીન કોરિડોર એક્સપ્રેસવે’ (સુરત – ચેન્નાઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે) ને કારણે, સુરતથી ચેન્નાઈ માત્ર 12 કલાકમાં પહોંચી શકાય છે. સુરત અને ચેન્નાઈ વચ્ચેનું હાલનું 1600 કિમીનું અંતર માત્ર 1271 કિમી રહેશે.
આ ઉપરાંત, મુંબઈ પુણે શહેરોમાં બિનજરૂરી વાહનોની અવરજવર ઓછી થશે અને આ હાઈવે મુંબઈ પુણે જેવા શહેરોમાં પ્રતિદિન 50,000 વાહનોની ભીડ ઘટાડવામાં મદદ કરશે. 1271 કિમીની કુલ લંબાઇ ધરાવતો હાઇવે ‘સુરતથી ચેન્નાઇ ગ્રીન કોરિડોર એક્સપ્રેસવે’ બે ભાગોમાં વિભાજિત થયેલ છે જેમ કે સુરતથી સોલાપુર કુલ 564 કિમી અને સોલાપુરથી ચેન્નાઇ કુલ 707 કિમી.
હાઈવે ‘સુરતથી ચેન્નાઈ ગ્રીન કોરિડોર એક્સપ્રેસવે’ (સુરત – ચેન્નાઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે) મહારાષ્ટ્રના નાસિક, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, સોલાપુર જેવા 5 જિલ્લાઓમાંથી પસાર થશે.