Surat:ટ્રકમા કચરાની આડમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો 

0

દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે અને આવા જ એક કીમિયાનો પર્દાફાશ થયો છે. સુરત શહેરની અંદર ટ્રકમાં કચરાની આડમાં સંતાડીને લવાતો દારૂનો જત્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 1.76લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 11.83લાખનો મુદામાલ કબજે કર્યો હતો તેમજ દારૂનો જત્થો મંગાવનાર અને મોકલનાર ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા

સુરતમાં પોલીસને માહિતી મળી હતી કે એક ટ્રકમાં મોટા પાયે દારૂનો જત્થો લીકર માફિયાઓ દ્વારા સેલવાસ ખાતેથી મોકલવામાં આવ્યો છે અને તે ટ્રક નવસારી સચિન હાઇવેથી સુરત શહેરમાં પ્રવેશનાર છે માહિતીના આધારે એસઓજી અને પીસીબી પોલીસે વોચ ગોઠવી ટ્રક [GJ-15-YY-7219] ને અટકાવી તપાસ કરી હતી જેમાં ટ્રકની અંદર પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર સંતાડવામાં આવેલો ૧.૭૬ લાખનો વિદેશી દારૂનો જત્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતા ટ્રક ડ્રાઈવર પુષ્પેન્દ્રસિંગ જયભાનસિંગ રાજપૂતની ધરપકડ કરી હતી અને 1.76 લાખનો દારૂ, 10 લાખની કિમતનો ટ્રક, 1મોબાઈલ ફોન મળી કુલ 11.83 લાખનો મુદામાલ કબજે કર્યો હતો

પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઈવરની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સેલવાસ ખાતેથી આરોપીઓએ દારૂનો જત્થો ભરાવી આપ્યો હતો પરંતુ રસ્તામાં પોલીસ ચેકિંગમાં પોતે પકડાઈ ન જાય તે માટે પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેની ડીલવરી કરવા માટે સુરત આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસે દારૂનો જત્થો આપનાર અને દારૂનો જત્થો માંગવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *