PM મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રના પ્રવાસે, મુંબઈમાં કરશે રોડ શો

PM Modi will hold a road show in Mumbai today on his tour of Karnataka and Maharashtra
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કર્ણાટક અને મહારાષ્ટ્રના(Maharashtra) પ્રવાસે જશે. આ દરમિયાન પીએમ મોદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, શહેરી મુસાફરીની સુવિધા અને આરોગ્ય સંભાળને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે મુંબઈમાં રૂ. 38,000 કરોડ અને કર્ણાટકમાં રૂ. 10,800 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બંને રાજ્યોમાં ચૂંટણીની ગતિવિધિ ઝડપી છે. આ બધાની વચ્ચે પીએમ મોદીની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના યાદગીર અને કાલબુર્ગી જિલ્લાની મુલાકાત લેશે. અહીં તેઓ શિલાન્યાસ કરશે અને બપોરે 12 વાગ્યે યાદગીર જિલ્લાના કોડેકલ ખાતે સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના સંબંધિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ લગભગ 2.15 વાગ્યે કલબુર્ગી જિલ્લાના માલખેડ પહોંચશે.
શિંદે સરકાર બન્યા પછી પ્રથમ મુલાકાત
એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ પીએમ મોદીની આ પહેલી મુંબઈ મુલાકાત હશે. આ પ્રવાસને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિંદે સેનાએ પૂરી તાકાત લગાવી દીધી છે. તેઓ આ બંને રાજ્યોની મુલાકાત લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. પીએમ મોદી પહેલા કર્ણાટક જશે. આ પછી તેઓ મહારાષ્ટ્રના પ્રવાસે જશે.