Surat: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરતમાં વધુ એક હત્યાનનો બનાવો: હિચકારી મચાવી દે તેવી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

0

 • લાલગેટ વિસ્તારમાં ક્રૂર હત્યા નો બનાવ સામે આવ્યો

 • હત્યારા એ લાકડા ના ફટકા મારી ને યુવક ની હત્યા કરી નાખી 

 • હત્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો 

ક્રાઈમ સીટી બનતા સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં રાત્રેના સમયે લાલગેટ વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવક પર બીજા યુવક દ્વારા લાકડાના ફટકાવડે માર મારી તેનું ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું. હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં રાહદારી યુવકની થયેલી ક્રૂર હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે એક યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે અને ત્યાં અન્ય એક યુવક લાકડાનો ફટકો લઈને આવી પહોંચે છે. અને યુવકને માથાના ભાગે લાકડાના ફટકા વડે માર મારે છે. યુવકના માથા પર જોર જોર થી વાર કરવામાં આવતા લાકડા નો ફટકો પણ તૂટી જાય છે. અને ત્યારબાદ હત્યારો અટક્યો હતો.અને ત્યાંથી આગળ ચાલી નીકળ્યો હતો.તો બીજી માથા પર ચાર વખત મોટા લાકડાના ફટકાથી હુમલો થતાં યુવકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું.

સી સી ટી વી ફૂટેજ મા હત્યાની ઘટના કેદ થતાં આ હિચકારી મચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.ઘટનાની જાણ પોલીસ ને કરવામાં આવતા પોલીસે લાશને પી એમ અર્થે મોકલી આપી પગલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં રોજબરોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અહીં આડે દિવસે ચોરી લૂંટફાટ અપહરણ બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય એમ ગુન્હાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ શહેરમાં વધતા જતા ક્રાઈમ રેશયોને લઈ શહેરીજનોમાં પણ ચિંતા અને ડરનો માહોલ ઉભો થઇ રહ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *