Gujarat: 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની જાહેરાતની સંભાવના

0

નવેમ્બર અંત સુધીમાં પહેલા તબક્કાનું મતદાન યોજાશે અને ડિસેમ્બરની શરૂઆતમાં બીજા તબક્કાના મતદાનની શક્યતા

૨૦ઓક્ટોબર બાદ ચૂંટણીની જાહેરાતની સંભાવના ડે. ઇલેક્શન કમિશનર ૧૬-૨૦ સુધી ગુજરાતની મુલાકાતે આવીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે દિવાળીની આસપાસ આ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવેમ્બર અંત સુધીમાં પહેલા તબક્કાનું મતદાન યોજાશે અને ડિસેમ્બરની શરૂઆતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે.

ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આખરે ગુજરાતમાં કોણ બાજી મારશે? સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. દરેક પાર્ટીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે અને ચારેબાજુ ચડસાચડસીનો માહોલ છવાયેલો છે. તમામ પાર્ટીઓ ગામે ગામ જાહેર સભાનું આયોજન કરીને

ભાજપે ‘ગૌરવયાત્રા’નું આયોજન કર્યુ છે. તેમાં તેમણે તમામ ૧૪૪ સીટ કવર કરવાનો પ્લાન બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપ ત્રીજી વખત ગૌરવ યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે.

જેમાં નવેમ્બરના અંતમા પહેલા તબક્કાનું મતદાન કરવામાં આવશે અને ત્યારબાદ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બીજા તબક્કાનું મતદાન કરવામાં આવશે. પછી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

અગાઉ ૨૦૦૨માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૨ના કોમી રમખાણો બાદ આ યાત્રા કાઢી હતી. આ પછી ૨૦૧૭ની ચૂંટણીમાં પણ આવી જ યાત્રા કાઢવામાં આવી હતી. બંને વખત ભાજપને ફાયદો થયો છે. ૨૦૦૨માં ભાજપે કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૨૭ બેઠકો જીતી હતી. તે જ સમયે, ૨૦૧૭ માં, પાર્ટીને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *