વિદ્યાર્થીઓ ધ્યાન આપે : હવે મેડિકલનો અભ્યાસ ગુજરાતી ભાષામાં પણ કરી શકાશે

0
Students should pay attention: Now medical studies can be done in Gujarati language also

Students should pay attention: Now medical studies can be done in Gujarati language also

બુધવારે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની (Cabinet) બેઠક મળી હતી. જેમાં સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતા જોઈને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ-એપ્રિલને બદલે ફેબ્રુઆરી-2023થી જળ સંચય અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ રાજ્ય સરકારે આગામી વર્ષથી ગુજરાતી ભાષામાં તબીબી શિક્ષણ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે.

‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વિવિધ ટેકનિકલ, મેડિકલ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓને જે તે વિષયના અનુવાદની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, NEP-2020 માં દર્શાવેલ લક્ષ્યો અને ઉદ્દેશ્યો પર કામ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.

એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ

તેમણે કહ્યું કે રાજ્યની 45 યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ ‘ડિજી લોકર’ પર અપલોડ કરવામાં આવે છે. વિવિધ રાજ્ય યુનિવર્સિટીઓએ તેમના અભ્યાસક્રમમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને સમર્થન આપવા માટે વિવિધ વૈકલ્પિક વિષયો ઉમેર્યા છે અને આ વૈકલ્પિક વિષયોની ક્રેડિટ વિદ્યાર્થીઓના એકંદર ગુણમાં સમાવવાની છે.

આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં ભણાવવાની શરૂઆત કરવામાં આવશે

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મેડિકલના વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તે માટે અમે ગુજરાતી અભ્યાસક્રમ બનાવવાના છીએ. ઉમેદવારો માટે ગુજરાતી અને અંગ્રેજી વિકલ્પો ખુલ્લા રહેશે. તેમણે કહ્યું કે આ માટે મેડિકલ ફેકલ્ટીમાં તમામ વિષયોનો ગુજરાતી અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલનો અભ્યાસ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી શકશે. સરકારે ગયા વર્ષે આ અંગે નિર્ણય લીધો હતો, પરંતુ અમલ હવે થશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં ભણાવવાનું શરૂ થશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *