ઉમરપાડાના ચાર ગામોમાં ભૂલકાંઓના વિશેષ અભ્યાસ માટે સ્માર્ટ આંગણવાડી

0

સુરત જિલ્લામાં વિકસિત તાલુકાની ગણનામાં મૂકવામાં આવેલા ઉમરપાડા તાલુકાના ચાર ગામોમાં સૂચિત ૪૪ લાખના ખર્ચથી જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ આંગણવાડી સાકાર કરવામાં આવી છે અને હજુ તંત્ર દ્વારા ૨૧ આંગણવાડી સ્માર્ટ બનાવવાનું આયોજન વિચારના હેઠળ હોવાનું ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો મારફતે લાભાર્થીઓને પોષણ, આરોગ્ય તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણલક્ષી સેવા આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સ્થાનિક ડેરી સંઘની સહભાગીતાથી દૂધ સંજીવની યોજના અંતર્ગત આદિજાતિ અને વિકાસશીલ ઘટકોમાં બાળકોને પેસ્ચ્યુરાઇઝ લેવડ દૂધનો પણ લાભ આપવામાં આવે છે.

સુરત જિલ્લામાં ૧૪ઘટકોમાં ૧,૭૩૩ આંગણવાડીઓ કાર્યરત છે જેમાં ઉમરપાડા તાલુકાને વિકાસશીલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. તાલુકાની પ્રજા સુખી અને સમૃદ્ધ બને એ માટે પુરતા પ્રયાસો હાથ ધરાયા છે. આ વિસ્તારના સ્થાનિક લોકો ના શિક્ષણ પર ભાર મૂકી રોજી રોટી માટેના સ્થળાંતરથી આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર પડેલી અસરને નાબૂદ કરવા નક્કર પગલા ભરી સ્માર્ટ આગણવાડી બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તાલુકાના કાલી ઝામણ,કાલીઝામણ, ઝરપણ, કળવી દાદરા એમ કુલ ચાર ગામોમાં ૪૪ લાખના ખર્ચથી સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર સાકાર કરવામાં આવ્યા છે.

તાલુકાના ચાર ગામોમાં સ્માર્ટ આંગણવાડી સાકાર કરવામાં આવતા આ થકી બાળકોને સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહેશે ઉપરાંત આંગણવાડીના ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાનનું સિંચન પણ કરવામાં આવશે આંગણવાડીઓમાં રંગબેરંગી ચિત્રોની સાથે રમત ગમત જેવી મનપસંદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે આવશે જેનાથી ભૂલકાઓનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ પણ થશે.આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી બી.કે. વસાવા એ ઉમેર્યું કે ગુજરાત રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેકના ગામમાં નાના બાળકોને માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મૂકવામાં આવી છે બાળકો પ્રાથમિક શિક્ષણ લેતા હોય તે પહેલા તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનું મુખ્ય હેતુ હોય છે પાંચ વર્ષથી નાના બાળકો હોંશભેર આગળ વાડીમાં દાખલ થાય તે માટે ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્રોને આકર્ષક બનાવવા હેતુસર જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે.

રંગબેરંગી ચિત્રો અને આલ્ફાબેટથી દીવાલો રંગવામાં આવી

ઉમરપાડા સી.ડી.પી.ઓ દર્શના બેનના મતે આ પ્રોજેક્ટ હેઠળ નાના આંગણવાડી કેન્દ્રના બિલ્ડિંગની ડિઝાઇન અને કલર કામ ધ્યાન આપીને આકર્ષક બનાવવામાં આવી છે. જે અંતર્ગત ભૂલકાઓ માટે ઉપર ખાસ સુરત જિલ્લાના જુદા જુદા તાલુકામાં પણ વધુ આગણવાડી કેન્દ્રોને સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો બનાવી શકાય આ આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગમાં ટેકનિક (બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ) ના ખાસ પ્રયોગ દ્વારા દીવાલો ઉપર ચિત્રકામ કરવામાં આવ્યું છે આગણવાડીના નાના ભૂલકાઓને ગમ્મત સાથે અવનવું જ્ઞાન મળી શકે તે હેતુસર રંગબેરંગી ચિત્રો, આલ્ફાબેટ, વિવિધ કેરેક્ટરો દ્વારા દીવાલોનું ચિત્રકામ કરવામાં આવ્યું છે

આંગણવાડીઓમાં ઉપલબ્ધ સુવિધાઓ

જિલ્લામાં સરકારી શાળાના બાળકો માટે પ્રેમ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યા આ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કે, એચ. ઠાકોર એ જણાવ્યું કે છેત્યારે આ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કેન્દ્રોને રીનોવેટ કરીને બાળકોને આંગણવાડીઓ પ્રત્યે આકર્ષિત કરવાની આ અનોખી પહેલ છે તેમને વધુમાં ઉમેર્યુ કે ઉમરપા તાલુકામાં હજુ વધુ ૨૧ આગણવાડીઓને સ્માર્ટ આગણવાડી બનાવવાનું આયોજન છે અને હાલમાં તાલુકાની ૪ આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે જે આંગણવાડીઓમાં પ્લાન મોટો બનાવી સ્પેસ વધાર્યો છે. રસોડું, સ્ટોર રૂમ,સોની ટીવી, ડિજિટલ બોર્ડ સ્ટાઇલિશ બેઠક વ્યવસ્થા અવનવા રમકડાઓ સહિતની આધુનિક સગવડો સ્માર્ટ આંગણવાડીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે સ્માર્ટ આંગણવાડી જોઇને આપણને પણ ભણવાનું મન થઇ જાય તેવી આંગણવાડીઓ બનાવવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *