જો આ નિયમ નહિ અનુસરો તો STATUE OF UNITY ઉપર NO ENTRY

0

કોરોનાના વધતા જતા કેસો અને દેશ અને દુનિયામાંથી યર એન્ડ તેમજ NEW YEAR 2023 ની ઉજવણી કરવા ઉમટનાર લાખો પ્રવાસીઓને ધ્યાને લઇ 27 ડિસેમ્બરથી STATUE OF UNITY ઉપર માસ્ક વિના NO ENTRY ફરમાવી દેવાઈ છે.

વિશ્વની વિરાટ પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર 25 ડિસેમ્બર ક્રિસમસથી યર એન્ડ થર્ટી ફસ્ટ અને ન્યૂ યર 2023 સુધી 3 થી 5 લાખ પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા છે. રોજના 30 થી 40 હજાર મુલાકાતીઓ હાલ ઓન લાઈન અને ઓફ લાઈન બુકીંગ કરાવી આવી રહ્યાં છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના 40 જેટલા વિવિધ આકર્ષણો સ્થળે વર્ષ 2022 ને વિદાય આપવા અને 2023 ને આવકાર આપી યાદગાર બનાવવા ઉમટનાર હજારો પ્રવાસીઓને ધ્યાને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા કોરોનાના વધતા કેસો વચ્ચે કોવિડ 19 ની ગાઈડલાઈનનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.

મંગળવાર 27 ડિસેમ્બર, 2022 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી આકર્ષણોની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ માટે કોવીડના નિયમોનું પાલન કરવું તેમજ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

આ નિર્ણય વચ્ચે હવે SOU ઉપર પ્રવાસીઓને માસ્ક વગર પ્રવેશ નહિ મળે. સાથે જ તેમણે કોવિડ ગાઈડલાઈનના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું પડશે. અને તેઓનું થર્મલ ગન દ્વારા ચેકીંગ પણ કરાશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *